પાકિસ્તાની હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા , મેળવ્યું પ્રમાણપત્ર..

અમદાવાદ માં ૧૧ પાકિસ્તાની હિન્દુઓને(PAKISTANI HINDU) ભારતનું નાગરિકતા પત્ર એનાયત કરાયા છે. અમદાવાદ(AHMEDABAD) જિલ્લા કલેકટર(DISTRICT COLLECTOR)દ્વારા નાગરિકતા પત્ર(CITIZENSHIP LETTER) એનાયત કરાયા છે. અત્યાર સુધી અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી દ્વારા ૮૬૮ વ્યક્તિઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. ત્યારે નવા ૯ પાકિસ્તાની હિન્દુઓની નાગરિકતા માટેનું અરજીપત્રક સ્વિકારીને આગળની કાર્યવાહી શરુ કરાઈ છે.

11 પાકિસ્તાની હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, કલેક્ટરે આપ્યું પ્રમાણપત્ર

https://www.youtube.com/watch?v=XIxZEqGXuko

અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાંગલે દ્વારા લઘુમતી ધરાવતા ૧૧ પાકિસ્તાની હિન્દુઓને નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યા છે.રાજય અને કેન્દ્રની આઈ.બી.ટીમ દ્વારા યોગ્ય ચકાસણી થયા બાદ જ તેઓને સ્વીકાર પત્ર એનાયત કરવામાં આવ્યું હતું. જેને આધારે બાકીના નિયમોનુસાર જરૂરી પુરાવા રજૂ કર્યા બાદ જિલ્લા કલેકટર કચેરી દ્વારા આખરી નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.