પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે સતત ચર્ચામાં રહેતા પાકિસ્તાની રેલમંત્રી શએખ રસીદે ફરી એક વખત ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપી છે. શેખ રસીદે કહ્યું કે પાકિસ્તાન પાસે જે પરમાણુ બોમ્બ છે, તેની ક્ષમતા આસામ સુધી પહોંચવાની છે. માત્ર આટલું જ નહીં શેખ રસીદે તો એમ પણ કહ્યું કે આ પરમાણુ હૂમલામાં મુસ્લિમોને કોઇ નુકસાન નહીં થાય. શેખ રસીદે કહ્યું કે જો હવે ભારત પાકિસ્તાનમાં યુદ્ધ થયું તો તે છેલ્લુ હશે. જો ભારત હૂમલો કરશે તો તે પરમાણુ યુદ્ધ હશે.
ઇમરાન ખાનના મંત્રીએ કહ્યું કે અમારુ હથિયાર મુસ્લિમ લોકોના જીવ બચાવતા અન્ય વિસ્તારોને ટાર્ગેટ કરશે. અમારા પરમાણુ હથિયારની પહોંચ આસામ સુધી છે. આ પહેલી વખત નથી કે જ્યારે શેખ રસીદે ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપી હોય. આ પહેલા પણ તેઓ આવા નિવેદન આપી ચુક્યા છે. ટ્વિટરના માધ્યમથી નેક વખત તો પરમાણુ યુદ્ધની વાત કરી ચુક્યા છે. તેમણે કહ્યું તું કે ભારત સાંભળી લે કે તેની પાસે અરધા કિલોના પરમાણુ બોમ્બ પણ છે, જે કોઇ ચોક્કસ વિસ્તારને ટાર્ગેટ કરશે. આવા નિવેદનો આપીને તેઓ ખુદ મજાકનો વિષય બને છે.
આ સિવાય શેખ રસીદે અયોધ્યમાં બની રહેલા રામ મંદિર અંગે પણ ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે ભારત હવે ધર્મનિરપેક્ષ દેશ નથી રહ્યો, પરંતુ એક ધર્મનો દેશ બની ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.