પાકિસ્તાનના ખૈબર-પુખ્તુન્ક્વા પ્રાંતના, ટેરી નામક ગામમાં વધુ એક હિન્દુ મંદિર તોડી, તેને આગ લગાડી દેવાઈ

બુધવારે ખૈબર-પુખ્તુન્ક્વા પ્રાંતના ટેરી નામક ગામમાં વધુ એક હિન્દુ મંદિર તોડી તેને આગ લગાડી દેવાઈ હતી. આ ઘટનાની પોલીસે નોંધ લીધી હતી પરંતુ કોઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધી ન હતી કે કાર્યવાહી કરી ન હતી.

સ્થાનિક રહેવાસીઓને મંદિરનો વિકાસ થાય એ પસંદ ન હતુ, માટે આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. આ ઘટનાનો વિડીયો વાઈરલ થયા પછી સોશિયલ મીડિયા પર લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો.

પાકિસ્તાની પત્રકાર મુબશ્શિર ઝૈદીએ વિડીયો સોશિયલ મીડિયા પર મુકીને લખ્યું હતુંકે મંજૂરી હોવા છતાં આ મંદિર ન બંધાય એ માટે સ્થાનિક આવાર તત્ત્વોએ તોડફોડ કરી હતી. વિડીયોમાં અસંખ્ય લોકો ભેગા થઈને મંદિર તોડતા નજરે પડે છે.

પાકિસ્તનામાં સરકારી ગણતરી પ્રમાણે ૭૫ લાખ, જ્યારે અન્ય ગણતરી પ્રમાણે ૯૦ લાખ હિન્દુઓ રહે છે. એ ત્યાંના લઘુમતી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.