ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં ગયા મહિને હિન્દુ મેડિકલ વિદ્યાર્થી નમ્રતા ચંદાનીના મોત વિશે એક નવો ખુલાસો થયો છે. ડીએનએ રિપોર્ટ પ્રમાણે નમ્તાના શરીર અને કપડાં પરથી પુરુષ ડીએનએના અંશ મળી આવ્યા છે. પોલીસે જ આ ડીએનએ રિપોર્ટ જાહેર કર્યો છે. હવે આ રિપોર્ટ કોર્ટની સામે રજૂ કરવામાં આવશે. નમ્રતાની લાશ 16 સપ્ટેમ્બરે લરાકાનામાં તેની હોસ્ટેલમાંથી મળી આવી હતી. તે સમયે તેના ગળામાં એક નાનકડું દોરડું પણ બાંધેલું હતું.
નમ્રતાના ભાઈ વિશાલે તે સમયે જ મીડિયાને કહ્યું હતું કે, તેની બહેને આત્મહત્યા નથી કરી પરંતુ તેની હત્યા કરવામાં આવી છે. બે વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ પછી કેસ નોંધ્યા વગર તેમને છોડી દેવામાં આવ્યા છે.
લરકાનાથી એસએસપી મસૂદ બંગશે માન્યું છે કે, પોલીસને નમ્રતાનો ડીએનએ રિપોર્ટ મળી ચૂક્યો છે. બંગશ પ્રામણે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, નમ્રતાના શરીર અને તેના કપડાં પરથી પુરુષ ડીએનએના ઘણાં અંશ મળ્યા છે. હવે આ રિપોર્ટ કોર્ટની સામે રજૂ કરવામાં આવશે. આ મામલે નમ્રતા સાથે ભણતાં બે વિદ્યાર્થીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી અને તેમના નિવેદન નોંધીને તેમને છોડી દેવામાં આવ્યા છે.
તેમાંથી એક વિદ્યાર્થીનું નામ મેહરાન અબરો છે. તેમણે દાવો કર્યો છે કે, નમ્રતા તેના પર લગ્નનું દબાણ કરતી હતી. પોલીસ હવે બંનેના બ્લડ સેમ્પલ લઈને નમ્રતાના શરીર અને કપડા પર મળેલા ડીએનએ સાથે મેચ કરશે. જેનાથી બેમાંથી કોઈ નમ્રતાના મર્ડરમાં સંડોવાયેવા છે કે નહીં તેની માહિતી મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.