પાકિસ્તાનમાં હિંદુઓ સહિતના લઘુમતીઓ પર, વધી રહ્યા છે અત્યાચાર, સૌથી વધુ ભોગ બની રહી છે, મહિલાઓ અને યુવતિઓ

પાકિસ્તાનમાં હિંદુઓ સહિતના લઘુમતીઓ પર અત્યાચાર વધી રહ્યા છે અને તેનો સૌથી વધુ ભોગ મહિલાઓ, યુવતીઓ બની રહી છે.

એક આંકડા અનુસાર દર વર્ષે હિંદુઓ સહિતની એક હજાર લઘુમતી યુવતીઓનુ બળજબરીથી ધર્માંતરણ થાય છે અને માત્ર 14-15 વર્ષની વયે જ પિતાની ઉંમરના આધેડ સાથે નિકાહ કરી દેવામાં આવે છે.

ખાસ કરીને કોરોના મહામારી દરમિયાન જાહેર લોકડાઉનમાં ધર્માંતરણ વધી ગયું છે.

નેહા નામની એક માત્ર 14 વર્ષની ક્રિશ્ચિયન યુવતીનું ધર્માંતરણ કરીને ઇસ્લામ કબૂલાવ્યો હતો અને બાદમાં તેના એક 45 વર્ષના મુસ્લિમ પુરૂષ સાથે નિકાહ કરી દેવામાં આવ્યા હતા, જેને બે સંતાન છે જેની ઉંમર નેહા કરતા પણ વધુ છે.

અમેરિકાના તાજેતરના ધર્મ અંગેના રિપોર્ટમાં પણ આ અંગેનો ભય વ્યક્ત કરાયો હતો. ધર્માંતરણ, રેપ અને બળજબરીથી લગ્નનો ભોગ બનનારી મોટા ભાગની યુવતીઓ પાક.ના સિંધ પ્રાંતની છે. હાલમાં પાકિસ્તાનમાં નેહા સહિતની બે ખ્રિસ્તી યુવતીઓના કેસે ભારત સહિતના દેશોમાં ભારે ચર્ચા જગાવી છે.

મોટા ભાગે જમિનદારો અને પૈસાદાર વગદારો, લગ્ન માટે યુવતીઓ શોધનારા આ પ્રકારના અપરાધને વધુ અંજામ આપી રહ્યા છે.

જેમાં ઇસ્લામિક મૌલવીઓ, નિકાહને માન્યતા આપનારા મેજિસ્ટ્રેટ વગેરેને મોટી રકમની લાંચ આપી દેવાય છે અને તેમાં પોલીસ વાળા પણ મૌન રહે છે. પાકિસ્તાનની 22 કરોડની વસતીમાં લઘુમતી માત્ર 3.6 ટકા હોવાથી ડરના માહોલમાં જીવી રહ્યા છે અને દર વર્ષે તેમની સાથે અપરાધ થઇ રહ્યો છે તેના આંકડા વધી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.