પાકિસ્તાનના પાયા વિહોણા આરોપ, જાણો ક્યાં ક્ષેત્રને ગેરકાયદે કહ્યું

પાકિસ્તાનની સરકારે ગત દિવસોમાં પાકિસ્તાનનો નવો ‘રાજકીય નકશો’ જાહેર કર્યો છે, જેનું અનાવરણ ખુદ વડા પ્રધાન ઇમરાન ખાને કર્યું છે.

રાજકીય નકશા પર ભારતીય પ્રશાસિત કાશ્મીરને પાકિસ્તાનનો વિસ્તાર ગણાવ્યો છે અને તેના પર એ લખ્યું કે “આ (સમસ્યા)નો ઉકેલ સંયુક્ત રાષ્ટ્રની સિક્યૉરિટી કાઉન્સિલની ભલામણની રોશનીમાં થશે.”

આ નકશામાં ગિલલિત બલ્ટિસ્તાનને પણ સ્પષ્ટ રીતે પાકિસ્તાનો ભાગ ગણાવ્યો છે.

વધુ એક ક્ષેત્ર છે, જેની વહેંચણી પર ઘણા દશકોથી વિવાદ ચાલી રહ્યો છે અને એ છે સિરક્રીક. પાકિસ્તાનના સિંધ પ્રાંત અને ભારતના ગુજરાત રાજ્ય વચ્ચે વહેતી આ એક એવી ખાડી છે, જે અરબ સાગરમાં પડે છે.

વિભાજન પછી વિવાદ ચાલી રહ્યો છે કે આ ખાડીની કેટલી સીમાઓ કયા દેશમાં છે.

પાકિસ્તાનનું કહેવું છે કે સિરક્રીકની આખી ખાડી તેની સીમાની અંદર છે. જોકે ભારત આ દાવાને માનતું નથી અને એ કારણે બંને દેશ એકબીજાના માછીમારોની હોડી પકડતા રહે છે.

પાકિસ્તાનના નવા રાજકીય નકશામાં આ વિવાદિત વિસ્તાર એટલે કે સિરક્રીકને પાકિસ્તાનનો હિસ્સો ગણાવ્યો છે.

પાકિસ્તાને નવા નકશામાં પૂર્વ રજવાડાં જૂનાગઢ અને માણાવદરને પણ પોતાનો હિસ્સો ગણાવ્યો છે. આ ક્ષેત્ર ભારતના ગુજરાત રાજ્યનો હિસ્સો છે અને તેની સીમાઓ પાકિસ્તાન સાથે મળતી નથી.

વધુમાં પાકિસ્તાને જૂનાગઢ પાકિસ્તાનનો ભાગ હોવાના પુરાવા રૂપે એક ચિન્હ અને નકશો જાહેર કર્યો જે નીચે મુજબ છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.