પાકિસ્તાનની નાપાક હરકત, હુસૈનીવાલા બોર્ડર પર મોકલ્યા બે ડ્રોન, BSF ની રડારમાં પકડાયા

એક બાજુ દેશ વાયુસેના દિવસ ઉજવી રહ્યો છે અને બીજી બાજુ પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી ઊંચું આવતું નથી. સૂત્રો અનુસાર પંજાબના ફિરોઝપુરમાં હુસૈનીવાલા સીમા પર આજ સવારે પાકિસ્તાને બે ડ્રોન મોકલ્યા હતા. જે બીએસએફની રડારમાં દેખાયા હતા. અત્યારે બીએસએફ ડીઆઇજી પાસેથી વધારે માહિતી લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ડ્રોન બીએસએફની બીઓપી રામ લાલ અને એચકે ટાવર પાસે જાસૂસી કરવા પહોંચ્યા હતા. ડ્રોન ચાર વખત પાકિસ્તાનનાં વિસ્તારમાં દેખાયા હતા અને એક વખત ભારતીય વિસ્તારમાં દેખાયા હતા. પોલીસ તપસ કરી રહી છે કે ક્યાક કોઈ હથિયાર ફેકવામાં નથી આવ્યા ને? આ વાતની પૃષ્ટિ બીએસએફના ડીઆઇજીએ કરી છે. ગુરદાસપુરમાં, એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તેજિંદર પાલસિંહ સંધુએ ભારત-પાકિસ્તાન બોર્ડર પર મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો છે. હુકમમાં, 500 મીટરના ઘેરાવવાળા કાંટાળા તાર પર પ્રતિબંધ વિસ્તારમાં ન જવાનો ઓર્ડર જારી કરવામાં આવ્યો છે અને જ્યાં 1000 મીટર વર્તુળમાં રાત્રે 8 થી સાંજના 5 વાગ્યા સુધી કોઈને ન ફરવાનું આદેશમાં જણાવ્યુ છે. આ હુકમ પોલીસ, આર્મી, સીઆરપીએફ, બીએસએફ, હોમગાર્ડ, સેન્ટ્રલ એક્સાઈઝ અને કસ્ટમ વિભાગના કર્મચારીઓ અને કર્મચારીઓને લાગુ થશે નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.