પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમતના 22 રૂપિયાનો વધારો, પાકિસ્તાનનું ચલણ પણ અફઘાનિસ્તાન કરતા ત્રણ ગણું ઓછું થયું

આઇએમએફને ખુશ કરવા માટે ટેક્સમાં વધારો, લોકો ત્રાહીમામ પાક.માં પેટ્રોલની કિંમત 22 રૂપિયા વધી, ચલણ અફઘાન કરતાં ત્રણ ગણું ઓછું, 1 ડોલર=264 પાક. રૂપિયા, એક ડોલર=89 અફઘાની

News Detail

નાદારીના આરે પહોંચેલા પાકિસ્તાનમાં મોંઘવારીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. તીવ્ર મોંધવારીથી પરેશાન લોકો પર હવે ટેક્સનો ભાર લાદી દેવામાં આવ્યો છે. આ ભાર શેહબાજ સરકારે આઇએમએફ પાસેથી સસ્તી લોન લેવા માટે મિની બજેટ લાવીને વધારી દેવામાં આવ્યો છે. આના કારણે પેટ્રોલની કિંમત 22.20 રૂપિયા વધીને 272 પાકિસ્તાની રૂપિયા પ્રતિ લિટર, હાઇસ્પીડ ડીઝલની કિંમત 17.20 રૂપિયા પ્રતિ લિટર વધીને 280 પાકિસ્તાની રૂપિયા પ્રતિ લિટર થઇ છે. લાઇટ ડીઝલ ઓઇલ (એલડીઓ)ની કિંમત 9.80 રૂપિયા વધીને 196.68 પાકિસ્તાની રૂપિયા થઇ છે. કેરોસીનની કિંમત 12.9 રૂપિયા વધી 202.73 પાકિસ્તાની રૂપિયા પ્રતિ લિટર થઇ છે. · ડૂબતા પાકિસ્તાનની આશા આઇએમએફની 1.1 અબજ ડોલરની લોન પર આધારિત છે.

આ લોન હાલમાં આપવા આઇએમએફ દ્વારા ઇન્કાર કરી દેવાતા પાકિસ્તાનની ચિંતા વધી છે. આ પહેલાં 29મી જાન્યુઆરીએ પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 35 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો હતો. હવે 16 દિવસમાં પેટ્રોલમાં 57 રૂપિયા, ડીઝલમાં 62 રૂપિયાનો વધારો થયો છે. પાકિસ્તાનની હાલત અઘાનિસ્તાન કરતાં પણ ખરાબ છે. અઘાનિસ્તાનની સત્તા પર કબજો કરનાર તાલિબાન શાસનમાં એક ડોલ૨ માટે 89 અહ્વાની ખર્ચ થઇ રહ્યા છે. જ્યારે પાકિસ્તાનને એક ડોલ૨ માટે 264 રૂપિયાથી વધુની ચુકવણી કરવાની ફરજ પડી રહી છે. એટલે કે બંને દેશોના ચલણમાં આશરે ત્રણ ગણા અંતરને જોઇ શકાય છે.આ દેશમાં મોંઘવારીનો દર પહેલાંથી 27 ટકા ચાલી રહ્યો છે. ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે 2023ના પ્રથમ ત્રિમાસિકગાળામાં મોંઘવારીનો દર 33 ટકાના આંકડાને પાર કરી જશે તેવી આશંકા વ્યક્ત કરી છે. પાકિસ્તાનમાં વિદેશી હૂંડિયામણ ભંડોળ ખાલીખમ છે. જેના કારણે ત્યાં આયાત બંધ છે. ખાદ્યાન્ન સંકટ પણ વધી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.