પાકવીમા અંગે રૂપાણી સરકારે કરેલી જાહેરાત મુદ્દે અર્જુન મોઢવાડિયાનું મોટું નિવેદન, ખોલ્યો જૂનો ચિઠ્ઠો

રાજ્યના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ આજે રાજ્યના લાખો કિસાનોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી કિસાન યોજનાની જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ અને કૃષિ મંત્રી આર સી ફળદુની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીએ આ યોજનાની જાહેરાત કરાઈ હતી. પરંતુ ખેડૂતો માટે કરાયેલી આ યોજનાની જાહેરાત મુદ્દે વિરોધ પક્ષના નેતાઓ લાલઘૂમ દેખાઈ રહ્યા છે. પાકવીમા અંગે સરકારે કરેલી જાહેરાત મુદ્દે અર્જુન મોઢવાડિયાએ એક નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે.

રાજ્યના ખેડૂતો માટે કરાયેલી પાકવીમા અંગે સરકારે કરેલી જાહેરાત મુદે અર્જુન મોઢવાડિયાએ આજે એક નિવેદન આપ્યું છે. મોઢવાડીયાએ જણાવ્યું કે, CMએ આજે પ્રધાનમંત્રી ફસલ યોજનાને રદ્દ કરવાની જાહેરાત કરી છે. 6 વર્ષ પહેલાં રાજીવ ગાંધીની યોજનાને પ્રધાનમંત્રી ફસલ યોજના ગણાવી છે. CMએ યોજના રદ્દ કરીને ખેડૂતોને લપડાક મારી છે. કોંગ્રેસની સરકારમાં ખેડૂતોને 20 વર્ષ લાભ મળ્યો છે. ભાજપે પહેલા કંપનીલક્ષી યોજના બનાવી અને હવે રદ્દ કરી નાંખી છે.

અર્જુન મોઢવાડિયાએ ઉમેર્યું હતું કે, CMએ કરેલી જાહેરાત છેતરામણી અને લોલીપોપ સમાન છે. 2014માં ભાજપે ખેડૂતોને ડોઢા ભાવ આપવાની વાત કરી હતી. પરંતુ હાલ પરિસ્થિતિ કંઈક અલગ છે. રાજ્યના ખેડૂતોની વાસ્તવિક ખર્ચ સામે આવક અડધી થઈ ગઈ છે. રાજ્યના ખેડૂતોને વિઘાદીઠ 3200 રૂપિયા આપવાનું નક્કી કર્યું છે, પરંતુ 3200 રૂપિયામાં શું થાય? ખેડૂતોને વિઘાદીઠ 20 હજાર રૂપિયા મળવા પાત્ર છે. ભાજપ જુમલા આપતી સરકાર છે. સરકાર આ જાહેરાત પાછી ખેંચે તેવી કોંગ્રેસની માગણી કરી છે. છત્તીસગઢ સરકારની યોજના પ્રમાણે સહાય કરવાની જાહેરાત સરકાર કરે..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.