પાળેલા કૂતરા સાથે રમતાં જો બાઇડનને ઇજા થઇ, ડોનાલ્ડ ટ્રમ્પે જલદી સાજા થવાની શુભેચ્છા મોકલી

અમેરિકામાં તાજેતરમાં યોજાઇ ગયેલી પ્રમુખપદની ચૂંટણીમાં વિજેતા નીવડેલા ડેમોક્રેકિટ પક્ષના નેતા જો બાઇડનને પોતાના પાળેલા કૂતરા સાથે ગેલ કરતાં ઇજા થઇ હતી.

બાઇડન પાસે જર્મ શેફર્ડ ટાઇપના બે કૂતરા છે. એ નિયમિત પોતાના પેટ્સ સાથે થોડો સમય ગાળે છે. પોતાના મેજર નામના એક કૂતરા સાથે બાઇડન રમી રહ્યા હતા ત્યારે અજાણતામાં કૂતરાના તીણા દાંત એમને વાગી ગયા હતા.

જો કે બાઇડનના પ્રવક્તાએે કહ્યું કે તેમને જરાય ગંભીર ઇજા થઇ નથી એટલે ચિંતા કરવાનું કોઇ કારણ નથી. ડૉક્ટરો તેમના પર પૂરતું ધ્યાન આપી રહ્યા હતા. ર્બાઇડન 78 વર્ષના છે.

આ વાતની જાણ થતાં હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બાઇડને જલદી સાજા થઇ જાવ એવો શુભેચ્છા સંદેશો મેાકલ્યો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.