પાન-આધાર લિંક કરવા, રિટર્ન ભરવાની સમયમર્યાદામાં વધારો, જાણો નવી ડેડલાઈન

પ્રત્યક્ષ કર સંબંધિત જુદી-જુદી ડેડલાઈનને સરકારે ફરી એકવાર વધારવાનો નિર્ણય કર્યો છે. કોરોના વાઈરસના કારણે ઊભી થયેલી સ્થિતિને જોતા સરકારે આ નિર્ણય કર્યો છે.

સરકાર તરફથી જાહેર નોટિફિકેશન પ્રમાણે સરકારે પાન કાર્ડને આધાર સાથે લિંક કરવા, નાણાંકિય વર્ષ 2019-20 માટે રોકાણની સમયમર્યાદા અને કંપનીઓ માટે ફોર્મ 16 જાહેર કરવાની સમયમર્યાદા ફરી એકવાર વધારી છે. નોટિફિકેટશન પ્રમાણે ટેક્સ પેયર નાણાંકિય વર્ષ 2018-19ના વિલંબિત કે રિવાઈઝ રિટર્ન હવે 31 જુલાઈ 2020 સુધી ભરી શકે છે.

CBDT દ્વારા જાહેર નોટિફિકેશનમાં નાણાંકિય વર્ષ 2019-20 માટે ટેક્સ ક્લેમ માટે રોકાણ કરવાની સમયમર્યાદાને પણ 31 જુલાઈ 2020 સુધી વધારી દેવામાં આવી છે. આ પહેલા સરકારે આવકવેરામાં છૂટ મેળવવા માટે રોકાણની છેલ્લી સમયમર્યાદા 30 જુન સુધી નક્કી કરી હતી. સરકારે નાણાંકિય વર્ષ 2019-20ના આવકવેરા રિટર્ન ભરવાની સમયમર્યાદાને પહેલા જ 30 નવેમ્બર 2020 સુધી વધારી ચુકી છે.

નાના અને મધ્યમ વર્ગના ટેક્સ પેયરને રાહત આપવા માટે સરકારે એક લાખ રૂપિયા સુધી સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ જમા કરવાની સમયમર્યાદાને વધારીને 30 નવેમ્બર 2020 કરી દીધી છે. જો કે તે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, એક લાખ રૂપિયાથી વધારે કર જવાબદારીવાળા ટેક્સ પેયરો માટે સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ જમા કરવાની સમયમર્યાદાને નથી વધારવામાં આવી. એક લાખથી વધારે સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ નિર્ધારિત તારીખ સુધી જ જમા કરવું પડશે અને લેઈટ પેમેન્ટ કરવા પર વ્યાજ દેવું પડશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.