PAN અને આધારને લઈને SEBIનું અલ્ટીમેટમ, જુલાઈ 2017 પહેલાનું છે તમારું પાન કાર્ડ તો જાણો આ ખાસ સમાચાર.

Aadhaar Pan Linking Deadline: પાન કાર્ડ (Pan Card)ને આધાર સાથે લિંક કરવા માટે 30 સપ્ટેમ્બર સુધીનું અલ્ટીમેટમ સેબી (SEBI) દ્વારા આપવામાં આવ્યું છે. જો આ તારીખ સુધીમાં તમારું પાન કાર્ડ આધાર સાથે લિંક નહીં હોય તો બંધ થઈ જશે. આ વખતે સરકારે સ્પષ્ટ સૂચના આપી છે.

સીબીડીટી (CBDT) એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે આ સંદર્ભમાં કેટલાક નિર્દેશો જાહેર કર્યા છે.

હવે સીબીડીટીના નિર્દેશોને અનુસરીને સેબી એટલે કે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ આ સંદર્ભમાં નિર્દેશો જાહેર કર્યા છે.

તમે પહેલેથી જ જાણો છો તેમ કે વોટર આઈડી, ડ્રાઈવિંગ લાયસન્સ વગેરેની જેમ આધાર કાર્ડ અને પાન કાર્ડ પણ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજોમાં સમાવિષ્ટ છે. ઘણીવાર તમને તેની જરૂર પડતી હોય છે. કોઈપણ પ્રકારના નાણાકીય વ્યવહારમાં તમારે પાન નંબરની જરૂર પડે જ છે. જેમ કે બેંકમાંથી લોન લેવી હોય, કોઈને મોટી રકમ ટ્રાન્સફર કરવી હોય, વ્યાપારી વ્યવહારો કરવા હોય કે આવકવેરા સંબંધિત કોઈ પણ કામ કરવું હોય, પાન કાર્ડ વગર શક્ય નથી. આવી સ્થિતિમાં જો પાન કાર્ડ બંધ છે તો તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

શું તમારી પાસે 2 જુલાઈ 2017 પહેલાનું પાન કાર્ડ છે ?

સીબીડીટીની સૂચનાઓ પર આધાર-પાન લિંક કરવા અંગે સેબીએ અલ્ટીમેટમ જારી કર્યું છે. ખાસ કરીને તે લોકો માટે જેમનું પાન કાર્ડ 2 જુલાઈ 2017 પહેલાનું છે. જો તમારી પાસે પણ 2 જુલાઈ, 2017 પહેલા બનાવેલું પાન કાર્ડ છે તો આધાર-પાન લિંક કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે. સીબીડીટીના નિર્દેશોને અનુસરીને સેબીએ આ સંદર્ભમાં નિર્દેશો જાહેર કર્યા છે.

ઘણી વખત તારીખ લંબાવવામાં આવી છે

સરકારે ઘણા સમય પહેલા પાન-આધારને લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું હતું. તેની છેલ્લી તારીખ ઘણી વખત લંબાવવામાં આવી છે. અગાઉ PANને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન હતી, જે હવે ત્રણ મહિના વધારીને 30 સપ્ટેમ્બર 2021 કરવામાં આવી છે. સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર લોકોને છેલ્લી તારીખ સુધીમાં આધાર લિંક ન કરવા પર મુશ્કેલી પડી શકે છે અને તેમનું પાન કાર્ડ પણ ઈનએક્ટીવ થઈ શકે છે.

આધાર-પાનને કેવી રીતે લિંક કરવું?

આધારને પાન સાથે ઓનલાઈન લિંક કરવું એ સરળ છે. ઈન્કમ ટેક્સની નવી વેબસાઈટ https://www.incometax.gov.in/iec/foportal પર જાઓ. આ પછી ત્યાં ઉપલબ્ધ વિકલ્પમાંથી ‘લિંક આધાર’ પર ક્લિક કરો. એક નવું પેજ ખુલશે. આમાં, તમારે PAN નંબર, આધાર નંબર, તમારું નામ અને મોબાઈલ નંબર ભરવાનો રહેશે.

જો તમારા આધારમાં માત્ર જન્મ વર્ષ લખેલું હોય તો તમારે આ વિકલ્પ પર ટીક કરવું પડશે- ‘I have only year of birth in Aadhaar card’. આ પછી, ‘I agree to validate my Aadhaar details’ની સામેના બોક્સને ટીક કરીને કન્ફર્મ કરો. ત્યારબાદ ‘લિંક આધાર’ પર ક્લિક કરો. આ પછી એક કન્ફર્મેશન પેજ ખુલશે. આમાં તમે જોશો કે તમારો આધાર નંબર PANમાંથી સફળતાપૂર્વક જનરેટ થયો છે.

જો આધાર લિંક નહીં થાય તો શું થશે?

આધાર-પાન કાર્ડને લિંક કરવું ફરજિયાત છે. જો તમારું PAN આધાર સાથે જોડાયેલું નથી તો તમારે નાણાકીય સેવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ ફક્ત તમારા આવકવેરા સંબંધિત સમસ્યાઓનું કારણ જ નહીં બને, પરંતુ બેંકની કેટલીક સેવાનો લાભ લેવામાં પણ મુશ્કેલી ઉભી કરશે. આ સાથે પાનકાર્ડને ફરી એક્ટીવ કરવા માટે દંડ પણ ચૂકવવો પડશે, માટે સતત એલર્ટ જાહેર કરવામાં આવે છે. જેથી લોકો વહેલામાં વહેલી તકે આધાર લિંક કરાવી લે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.