પાન-ફાકીના બંધાણીઓ માટે, માઠા સમાચાર, રૂા.૩થી પનો વધારો લાગુ કરવાનો,લેવામાં આવ્યો છે નિર્ણય

ફાકીના બંધાણીઓ માટે માઠા સમાચાર છે તમાકુ-સોપારીના ભાવ વધતા આવતિકાલથી રાજકોટ પાન એસોસીએશન દ્રારા પાન-ફાકીમાં રૂા.૩થી પનો વધારો લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તમાકુના ભાવમાં રૂા ૨૦થી ૧૦૦ અને સોપારીના ભાવમાં કિલોએ રૂા ૯૦નો વધારો થતા તેનો ડામ ગ્રાહકોને આપવામાં આવ્યો છે અચાનક સોપારીની આવક ઘટી જતા ભાવ રાતોરાત સળગી ગયા છે તેના કારણે પાનના ધંધાર્થીઓને નાછુટકે વધારો કરવાની ફરજ પડી છે.

છેલ્લા આઠ દિવસમાં સોપારીમાં કિલોએ રૂા ૯૦નો વધારો થયો છે.સોપારી રૂા.૪૦૦થી ૫૦૦ આસપાસ વહેચાતી હતી તેના ભાવ કિલોના ૬૦૦થી ૭૦૦ થઈ ગયા છે આવી જ રીતે તમાકુની કંપનીએ પણ તમાકુમાં ભાવ વધારો ઝિંકયો છે.

નકલી તમાકુનૂ ધૂમ વેચાણ
તમાકુ અને સોપારીના ભાવમાં વધારાના કારણે પાન-ફાકીના ભાવ વધી ગયા છે ત્યારે શહેરમાં નકલી તમાકુનું બેફામ વેચાણ થતુ હોવાના કારણે અમુક પાનના ધંધાર્થીઓ નીચા ભાવે પણ પાન-ફાકી વેંચે છે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.