પંચમહાલમાં શામળદેવી ગામની પહેલ,ગામમાં 18 દિવસનું આશિંક લોકડાઉન

કોરોના કહેર વચ્ચે પંચમહાલના લોકોએ જાતે જ સ્વયમ સિસ્થ અપનાવી સામાજિક અંતર જાળવવાનું નક્કી કર્યું છે, કાલોલમાં આવેલા શામળદેવી ગામના લોકોએ ગ્રામ પંચાયત સાથે મળીને સ્થાનિક અગ્રણીઓ અને પોલીસની સાથે બેઠક યોજીને પોતાના ગામને સુરક્ષિત બનાવવાનો નિર્ણય કર્યો છે. ગામમાં યોજાયેલી આ બેઠકમાં લોકડાઉન અને રસીકરણને લઈને ગામલોકો સાથે ચર્ચા કરવામાં આવી હતી.

ગામમાં લગાવામાં આવેલા લોકડાઉનનો જો કોઈ ભંગ કરે તો રૂપિયા 1 હજાર દંડની જોગવાઈ કરવામાં આવી છે, જો કે હાલ ગામ લોકોના આ નિર્ણયને પગલે ગ્રામજનો સુરક્ષિત હોવાનું મહેસુસ કરી રહ્યા છે, તેમજ ગામમાં સામાજિક અંતર પણ રાખી રહ્યા છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.