ભારતના 12 મુખ્ય બંદરોમાંથી એક, ગુજરાતના કચ્છ ખાતે આવેલું પંડિત દીનદયાળ બંદર, કે જે અગાઉ કંડલા બંદર તરીકે હતું પ્રચલિત

ભારતના 12 મુખ્ય બંદરોમાંથી એક, ગુજરાતના કચ્છ ખાતે આવેલું પંડિત દીનદયાળ બંદર કે જે અગાઉ કંડલા બંદર તરીકે પ્રચલિત હતું, ત્યાં માલસામાનના સંચાલનના કુલ જથ્થાનો આંકડો 100 MMTથી વધુ નોંધાયો છે.

આ સમય દરમિયાન કન્ટેનરાઇઝ્ડ માલસામાનનો જથ્થો 4.50 લાખ TEU ઓળંગી ગયો હોવાથી એકંદરે કુલ 100 MMTથી વધારે માલસામાનનું સંચાલન થયું છે. દીનદયાળ બંદર દ્વારા સંચાલન કરવામાં આવતી મુખ્ય ચીજોમાં ક્રૂડ ઓઇલ, પેટ્રોલિયમ ઉત્પાદનો, કોલસો, મીઠું, ખાદ્ય તેલ, ખાતર, ખાંડ, લાકડું, સોયાબીન, ઘઉં છે.

બંદરો, જહાજ અને જળમાર્ગ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) મનસુખ માંડવિયાએ દીનદયાળ બંદર દ્વારા હાથ ધરવામાં આવતા પ્રયાસોની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, કોવિડના પડકારજનક સમયમાં આ ખરેખર એક મોટી સિદ્ધિ છે અને અર્થતંત્ર ફરી પાછું કોવિડ પહેલાંની સ્થિતિમાં પરત ફરી રહ્યું હોવાના નોંધનીય સંકેતો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.