પંગા ગર્લે ફરી લઇ લીધો પંગો,મહારાષ્ટ્ર લોકડાઉનની કરી વાત

એક્ટ્રેસ અને સરકાર વચ્ચે એટલી કડવાશ આવી ગઇ છે કે મહારાષ્ટ્ર સરકારે કંગનાની ઓફિસમાં તોડફોડ કરી નાંખી હતી. કંગનાએ ત્યારે પણ મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યુ હતુ અને આજે પણ તેણે લૉકડાઉનને લઇને ઉદ્વવ સરકારને આડેહાથ લીધી છે.

કંગના રનૌતે ટ્વિટ કરી છે અને તેની સાથે તસવીર શૅર કરીને લખ્યું કે, મહારાષ્ટ્રમાં લૉકડાઉન આવુ જ છે. એક્ટ્રેસની આ તસવીર સોશ્યલ મિડીયામાં ખુબ વાયરલ થઇ રહી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના આંકડાઓએ જ્યારે રેકોર્ડ તોડ્યો ત્યારે સરકાર પાસે લૉકડાઉન કરવા સિવાય કોઇ જ વિકલ્પ નહોતો. ત્યારે તેમણે 15 દિવસનું લોકડાઉન આપી દીધુ હતુ.

કંગનાની આ ટ્વિટ પર એક યુઝરે લખ્યું કે કંગના હવે ગણી ગણીને મહારાષ્ટ્ર સરકાર પાસે બદલો લઇ રહી છે.

એક ટ્વિટર યુઝરે કંગના રાનૌતનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે કહી રહી છે કે, ‘આજે મારું ઘર તૂટ્યુ છે, કાલે તારું ઘમંડ તૂટી જશે, આ સમયનું ચક્ર છે, યાદ રાખજે કે હંમેશા પરિસ્થિતિ સરખી હોતી નથી.’ કંગના રાનૌતે તેને રિટ્વીટ કર્યું હતું અને લખ્યું હતું કે, “જે સાધુઓની હત્યા અને સ્ત્રીનું અપમાન કરે છે તેમનુ પતન નિશ્ચિત છે.

બોમ્બે હાઈકોર્ટના નિર્ણય બાદ ગૃહમંત્રી અનિલ દેશમુખે રાજીનામું આપી દીધું છે. ત્યારે મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહની અરજી પર બોમ્બે હાઈકોર્ટે ચુકાદો આપતી વખતે અનિલ દેશમુખ વિરુદ્ધ સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.