આજે વિશ્વ જળ દિવસના દિવસે, પાણી અંગેના અનેક પ્રશ્નો વિસે, જાણો……

આજે વિશ્વ જળ દિવસ છે. ત્યારે આજે આપણે પીવાના પાણી ના પ્રશ્ન અંગે ચર્ચા કરીશું.

પાણીજન્ય રોગો (Water-borne Diseases)થી દેશની તિજોરી પર આર્થિક ભારણ એક વર્ષમાં આશરે 600 મિલિયન ડોલર જેટલું થયું છે.

દૂષિત પાણી પીવાથી પ્રોટોઝોઆ, વાયરસ, બેક્ટેરિયા,નો ખતરો, આંતરડાના રોગ વધે છે. સાથે જ ઝાડા-ઉલટી પણ થાય છે. દૂષિત પાણી પીવાના કારણે ટાઇફોઇડ જેવા રોગથી જીવન પર જોખમ છે.

ગટરની લાઇનની નજીક સ્થિત પાણીની પાઈપો તૂટે ત્યારે પણ પાણીજન્ય રોગનો ખતરો ઉભો કરે છે.

પાણી જન્ય રોગોથી બચવા માટે સ્વચ્છતા રાખો. કારણ કે, મોટાભાગનું પીવાનું પાણી ભૂગર્ભ અને નદીઓમાંથી આવે છે. પીવાના પાણીની સ્વચ્છતાની ખાતરી કરવા માટેનું પ્રથમ પગલું કુદરતી પાણીના સ્ત્રોતોને સ્વચ્છ રાખવાનું છે.

જમવા બેઠા પહેલા અથવા શૌચ કર્યા પછી સાબુ અને પાણીથી સારી રીતે હાથ ધોવા જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.