પંજાબમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થતો હોવાથી શનિવારે ચાર જિલ્લામાં નાઈટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. પંજાબના મુખ્ય સચિવ વિની મહાજન અને પોલીસ તંત્રએ કોરોના વાયરસની પરિસ્થિતિ પર બેઠક કરી હતી જે બાદ આ આદેશ આપવામાં આવ્યા છે.
જે જિલ્લાઓમાં નાઈટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે તેમ જાલંધર, એસબીએસ નગર, હોશિયારપૂર અને કપૂરથલા સામેલ છે. આ જિલ્લાઓમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લાગુ રહેશે
નોંધનીય છે કે છેલ્લા ચાર સપ્તાહથી કોરોના વાયરસના કેસમાં ફરીથી વૃદ્ધિ જોવા મળી રહી છે. સૌથી વધારે ટેન્શન મહારાષ્ટ્રમાં વધ્યું છે. પંજાબ અને મહારાષ્ટ્રમાં વધતાં કેસને જોતાં કેન્દ્ર સરકાર પણ અલર્ટ થઈ છે
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે આ ટીમ એવા વિસ્તારોમાં જશે જ્યાં કોરોના વાયરસના કેસ ખૂબ અધિક છે અને તેથી સંક્રમણના કારણો જાણવા માટે ટીમ કામ કરશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.