ગુજરાત ગૌણ સેવા મંડળના પેપર લીક કાંડ અંગે આમ આદમી પાર્ટીએ આક્રમક્તા ધારણ કરી છે. આપે આજે ગાંધીનગર ખાતે આવેલા કમલમનો ઘેરાવો કરી પ્રતિક ધરણા કર્યા હતા. ભાજપ હાય-હાયના નારાઓનો નાદ કર્યો હતો. મોટી સંખ્યામાં આપના કાર્યકરો અને આગેવાનો જોડાયા હતા. આપેના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ ભાજપને ચેતવણી પત્ર આપ્યો હતો.
આમ આદમી પાર્ટીએ ચેતવણીપત્રમાં જણાવ્યું છે કે ગુજરાતના સુપર સીએમ સીઆર પાટીલ મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ અને સરકારી વિભાગોને પોતાના ખિસ્સામાં રાખીને ફરે છે.
તેમની મરજી વિના કોઈ કામ થતા નથી. જેથી કરીને સીઆર પાટીલ ગુજરાતના પરોક્ષ સીએમ એટલેકે સુપર સીએમ છે.
પેપર લીકં કાડ મુદ્દે આવેદનપત્ર આપવા પહોચેલા AAP ના પ્રદેશ નેતા ઇશુંદાન ગઢવી, પ્રદેશ પ્રમુખ શ્રી ગોપાલ ઇટાળીયા સહિતના આગેવાનો, કાયઁકરો અને મહિલા કાયઁકરો સાથે કમલમ ખાતે પોલીસ અને ભાજપના કાયઁકતાઁઓ એ સાથે અને મળીને લાઠીચાજઁ આચરી ઢોર મારમારી અને ગુડાંગદીઁ થઇ આપની મહિલા કાયઁકતાઁને ભાજપના કાયઁકતાઁ દ્રારા ધકામુકકી કરતા મહિલા બેભાન થઇ ઢળી પડી તેમજ અમદાવાદના કેતન પટેલ પર ભાજપના કાયઁકરે હથીયારથી હુમલો કયાઁનો AAP દ્વારા થયો આક્ષેપ
આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે તાજેતરમાં લેવાયેલી હેટ કલાર્કની પરીક્ષામાં પેપર કૌભાંડમાં પકડાયેલા આરોપીઓ પણ ભાજપ સાથે જોડાયેલા છે. અગાઉ તલાટીના પેપર કૌભાંડ તેમજ બિનસચિવાલય પેપર કૌભાંડ પણ ભાજપના મળતીયાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ગૌણ સેવા મંડળ દ્વારા લેવાતી પરક્ષીઓમાં પેપર ફૂટવાની આ નવમી ઘટના છે.
તેમણે જણાવ્યું કે આ એક સમજી વિચારીને ભાજપના મળતીયાઓને નોકરી આપવાનું આયોજનપૂર્વકનું ષડયંત્ર છે. આ ઉપરાંત આપે કહ્યું છે કે આ પહેલાં સીઆર પાટીલે જાહેર મંચ પરથી નિવેદન કર્યું હતું કે ભાજપના કાર્યકર્તાને જ નોકરી મળવી જોઈએ. તો આવી રીતે પેપર કૌભાંડ થાય તો નવાઈ શું?
આમ આદમી પાર્ટીએ માગં કરી છે ક ગૌણ સેવા મંડના વિવાદિત ચેરમેન અસિત વોરાને તાત્કાલિક તેમના પદ પરથી દુર કરવામાં આવે. પેપર લીક કૌભાંડમાં મૂળ સુધી કાર્યવાહી કરવામાં આવે અને ભીનું સંકેલવામાં ન આવે.
ગૌણ સેવા મંડળના ચેરમેન પદે પ્રમાણિક, નિષ્પક્ષ અને બાહોશ આઈએએસ અધિકારીની નિમણૂંક કરવામાં આવે. આ ઉપરાંત પેપર લીક કૌભાંડની તપાસ રિટાયર જજ પાસે કરવામાં આવે.
આ ઉપરાંત આપ દ્વારા માંગ કરાઈ છે કે અગાઉની તમામ પેન્ડીંગ ભરતી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે અને ગુજરાતના બેરોજગાર યુવાનોને ન્યાય આપવામાં આવે, પેપર લીક થવાના કારણે બેરોજગાર બનેલા યુવાનોની માફી માંગવામાં આવે તથા પરીક્ષા ફીથી લઈ મુસાફરી ખર્ચ સહિતના ખર્ચાઓ પાછા આપવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.