માતા-પિતા (PARENTS) ભલે અલગ હોય પરંતુ બાળક (BABY) પર બંને નો અધિકાર (RIGHTS) હોય છે અને બાળક ને મળવા માટેનો અધિકાર (RIGHTS) માં કોઈ ચેડાં ન (DO NOT TAMPER) થવા જોઈએ. અલગ થયેલી પત્ની બાળક ને મળવા માટે પતિને વડોદરા થી પશ્ચિમ બંગાળના (VADODARA TO WEST BENGAL) બાગડોદરા બોલવતી હોવાનાં મુદ્દે કોર્ટ આ મૌખિક અવલોકન કર્યું હતું.
પત્ની બાળકને મળવા પતિને વડોદરાથી બાગડોદરા બોલાવે તે કેટલું યોગ્ય..
હાઇકોર્ટ સમક્ષ અરજદાર પતિની રજૂઆત હતી કે ફેમિલી કોર્ટ છૂટાછેડા આપતાં સમયે દીકરાને કસ્ટડી તેના માતાને આપી હતી.માતાએ અત્યારે બીજા લગ્ન કર્યા છે અને અત્યારે સિક્કિમમાં રહે છે. ફેમિલી કોર્ટ પતિને વિઝિટિંગ રાઈટ આપ્યાં છે પરંતુ પત્ની બાળકને મળવા પતિને પશ્ચિમ બંગાળ બોલાવે છે. અથવા વિડિયો કોલ પર વાત કરાવે છે. દીકરા સાથે તે વાત કરે ત્યારે પણ તેના નવા પિતા દ્નારા તેને ઈશારા કરવામાં આવે છે.
હાઈકોર્ટે આ કેસ સંભાળી ટકોર કરી હતી કે વિઝિટિંગ રાઈટ સાથે આવાં ચેડાં ન થવા જોઈએ. ગુજરાતથી બાગડોગરાની ફલાઈટ પણ ચાર કલાકની હોય છે. તેથી જો આવી જ શરત હોય તો પહેલાં મહિને બાળકને મળવા વડોદરાથી બાગડોદરા જશે અને બીજા મહિને પત્ની બાગડોદરા થી વડોદરા આવવું પડશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.