કથાકાર મોરારી બાપુએ કેન્દ્રીય ગૃહ પ્રધાનની સરખામણી સરદાર વલ્લભભાઈ પટેલ સાથે કરતા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વિટ કરીને પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યુ હતુ કે, રાવણ’ પણ શીવભક્ત, શૂરવીર અને ખૂબ વિદ્વાન હતો, પરંતુ એના કાળા કરતૂતોથી કલંકિત રાજને મુક્તિ અપાવવા માટે જ રામાયણ રચાઈ હતી. રાવણના પાત્રને નમ્ર પણે ન્યાય આપવાના પ્રયાસમા ક્યાંક વાનર અને ખિસકોલીના યોગદાનની ઉપેક્ષા ન થાય ઈ રામ રાજ્ય.
વીરપુરમાં આયોજિત રામ કથામાં મોરારી બાપુએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની સરખામણી સરદાર વલ્લભભાઈ પટેલ સાથે કરી છે. તેમણે જણાવ્યું હતું કે, આપણા ગૃહમંત્રી સારા છે, તેઓ શેર બોલી જવાબ આપે છે કે, 370 કો યે લોગ ક્યા જાને, એક ઇંચ પણ અમે પાછા નથી પડવાના. અમિત શાહના અમુક નિર્ણયોમાં મને સરદાર પટેલની દ્રઢતાના દર્શન થાય છે.
આ ઉપરાંત તેમણે રાજકોટમાં જણાવ્યુ હતુ કે, અમિત શાહ સસંદમાં જે રીતે બોલે છે મને સરદાર પટેલ જેવું લાગે છે. અમીત શાહ, સરદાર પટેલના રસ્તે ચાલી રહ્યાં છે. દેશનું હિત થઈ રહ્યું છે. અને ગમે તે થાય રાષ્ટ્રનું હિત થવું જોઇએ. ત્યારે મોરારિ બાપુના આ નિવેદનથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.