પરેશ ધાનાણીએ કહ્યું કે ‘સરકાર શ્રમિકોનો ડેટા આપે કોંગ્રેસ ટિકિટ ભોગવશે’ ભાજપે કહ્યું,’85% ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવી રહી છે’

અમદાવાદ : રાજ્યમાંથી પરપ્રાંતિયોના વતન પરત જવા માટે વિશેષ ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ ટ્રેનના મારફતે પરપ્રાંતીયોને ઘરે મોકલવામાં આવી રહ્યા છે. પરપ્રાંતીયો પાસેથી ટિકિટનું ભાડું વસૂલવામાં આવતું હોવાના મુદ્દે કોંગ્રેસે રાજકારણમાં ઝંપલાવ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ રાષ્ટ્રવ્યાપી હિજરત કરી રહેલા કામદારોને જો ભાડું ચુકવવાનું થાય તો આપવાની ઘોષણા કરી છે. આ મુદ્દે માહિતી આપતા પરેશ ધાનાણીએ ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતાં જણાવ્યું હતું કે ‘સરકાર અમને ડેટા આપે અમે આ ભાડું ભોગવીશું. કોંગ્રેસે હિજરત કરી રહેલા પરપ્રાંતિય બેરોજગારો માટે કોલ સેન્ટર પણ શરૂ કર્યા છે’ જોકે, આ નિવેદન બાદ પરેશ ધાનાણીએ શ્રમિકોએ ક્યાં અને કયા નંબર પર ફોન કરવો તે ન જણાવ્યું

ધાનાણીએ જણાવ્યું કે અમારા પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ જિલ્લાના તમામ પ્રમુખોને પોતાના જિલ્લામાં રહેલા પરપ્રાંતિયોને ઘરે પહોંચાડવા માટે કોલ સેન્ટરના નંબર આપવાનું સૂચન કર્યુ છે.જોકે, ધાનાણીએ એવો દાવો કર્યો હતો કે આ મુદ્દે હું રાજીનામું ધરી દેવા પણ તૈયાર છું. આમ પરપ્રાંતીયોનો મુદ્દો ગરમાયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.