ગુજરાત વિધાનસભાના એક દિવસીય સત્રમાં સીએએના કાયદાના સમર્થનમાં પ્રસ્તાવ રજૂ કરાયો હતો તે વખતે સમર્થન અને વિરોધમાં જાણે તડાપીડ જામી છે. ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ સામ સામે રાજકીય આક્ષેપબાજી કરવાની એક તક ગુમાવી ન હતી. કોંગ્રેસના ધારાસભ્યોએ તો ત્યાં સુધી રાજકીય ટકોર કરી દીધી કે, હિન્દુ શરણાર્થીઓની ચિંતા કરો છો તો પછી વડાપ્રધાન વગર આમંત્રણે પાકિસ્તાનમાં નવાઝ શરીફના જન્મદિને કેપ કાપવા કેમ ગયા હતાં. પાકિસ્તાનમાં હિંદુ યુવતીઓ પર બળાત્કાર થાય તેની ચિંતા કરો છો પણ ગુજરાતમાં બળાત્કાર થાય છે એનું શું ?
વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ સીએએના વિરોધમાં સવાલોના તીર મારીને ભાજપ સરકારને ભીંસમાં મૂકી દીધી હતી. વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ તો એવો ટોણો માર્યો કે,પાકિસ્તાનમાં હિંદુ ઓ પર થતાં અત્યાચારની વાતો કરો છો તો પછી વગર આમંત્રણે જ્ન્મદિને કેક કાપવા કેમ પહોંચી ગયાં હતાં. પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહે તો પાકિસ્તાનની ધરતી પર પગ સુધૃધાં મૂક્યો ન હતો. ધારાસભ્ય અમિત ચાવડાએ તો રીતસર તડાપીટ બોલાવતાં કહ્યું કે, પાકિસ્તાનમાં હિંદુ પરિવારો પર અત્યાચાર થઇ રહ્યાં છે તે જગજાહેર છે પણ કેમ કોઇ આ દુખી પરિવારોને મળવા ગયું નહીં. કેક કાપવા ગયાં તો પછી આ પિડીત હિદુ પરિવારોને મળ્યાં કેમ નહીં.
પાકિસ્તાનથી આવતાં તીડ તો રોકી શકતાં નથી તો,આતંકવાદને કેવી રીતે રોકી શકવાના છો તેવો આક્ષેપ કરતાં ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યું કે, પાકિસ્તાનમાં ધર્માતરણ વિશે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે પણ ગુજરાતમાં આજેય દલિતો બૌધૃધ ધર્મ અપનાવવા મજબૂર બન્યાં છે. હિંદુ પરિવારો પણ ધર્મ પરિવર્તન કરી રહ્યાં છે તેનો સરકાર પાસે જવાબ છે ખરો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.