પાંચ રાજ્યોમાં આયોજિત વિધાનસભા ચૂંટણીના, પરિણામ આવતા પહેલા જ કર્ણાટકમાં,બીજેપીને લાગ્યો મોટો ઝટકો

પાંચ રાજ્યોમાં આયોજિત વિધાનસભા ચૂંટણીના પરિણામ આવતા પહેલા જ કર્ણાટકમાં બીજેપીને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યમાં સત્તાધારી બીજેપીને નગર નિગમ ચૂંટણીમાં જોરદાર મ્હાત મળી છે. જે 10 સ્થાનિક નિગમ માટે ચૂંટણી થઇ હતી, તેમાંથી 7 પર કોંગ્રેસે કબજો જમાવ્યો છે.

કોંગ્રેસની જીત પર ડીકે શિવકુમારે ટ્વીટ કર્યુ, 10 શહેરી નિગમોમાં થયેલી ચૂંટણીમાં 7 પર કોંગ્રેસે જીત હાંસેલ કરી છે. બીજેરી ફક્ત એક પર જીતી છે. કોંગ્રેસ પાર્ટી પર ભરોસો રાખનાર અને બીજેપીને તેના કુશાસન પર સજા આપવા માટે હુ કર્ણાટકના લોકોનો આભાર માનુ છું.

કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારે ટ્વીટમાં લખ્યું, આ જીતનો જશ્ન મનાવવાનો સમય નથી પરંતુ આપણે આ મુશ્કેલીના સમયમાં જનતાની સેવા પ્રત્યે પોતાના સમર્પણ માટે કટિબદ્ધ છીએ. હું કર્ણાટકમાં પોતાની પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓને અપીલ કરુ છુ કે કોઇપણ પ્રકારની ઉજવણી ન કરે.

કર્ણાટક અને બેંગલોકમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. અહીં 48,296 નવા કોરોના કેસ સામે આવ્યા છે. રાજધાની બેંગલોરમાં જ 26 હજારથી વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે વધીને 15,23,142 થઇ ગયા છે. એક્ટિવ કેસનો આંકડો 3 લાખ 82 હજારને પાર થઇ ગયો છે. સાથે જ 217 વધુ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.