પરિણીતાએ જન્મદિવસે જ તાપી નદીમાં કૂદી આપધાત કયોઁ.. કારણ હતુ આ…

સાસરિયાનાં ત્રાસથી કંટાળી પાલનપુર પાટિયાનાં બ્રાહ્મણ પરિવારની પરિણીતાએ પુત્રીનાં જન્મદિવસે તાપી નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. સિંગણપોર પોલીસે સાસરિયા સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે.

https://www.youtube.com/watch?v=wkc_fSMcNY4&t=2s

મળતી માહિતી મુજબ ગત મંગળવારે સવારે રામમઢી ઓવારા પાસે નદીમાંથી અજાણી મહિલાની લાશ મળી આવી હતી. લાશને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડી હતી. પોલીસ તપાસમાં મૃતક મહિલાની ઓળખ જયતીબેન જોષી તરીકે થઈ હતી.

પોલીસનાં જણાવ્યા પ્રમાણે મૃતક પરિણીતા પતિ સહિતનાં સાસરિયા ધરકામ તેમજ રસોઇ બાબતે મ્હેણાં – ટોણાં મારી અત્યાચાર ગુજારતાં હતાં. જેથી તેઓ ત્રાસથી કંટાળીને ગયાં હતાં.

જયતીબેન મંગળવારે સવારે નિત્યક્રમ મુજબ ફૂલ લેવા જવાનું કહીને નીકળી અને નદીમાં મોતની છલાંગ લગાવી હતી..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.