બોલીવુડ અભિનેત્રી રણવીર સિંહ હંમેશા પોતાના કપડાને લઈને ચર્ચામાં રહે છે, પરંતુ આજકાલ રણવીર પોતાના ન્યૂડ ફોટોશૂટને કારણે છવાયેલો છે અને ઘણા લોકોએ તેની પ્રશંસા કરી તો કોઈ તેને ટ્રોલ કરી રહ્યા છે અને આ વચ્ચે કો-એક્ટર પરિણીતિ ચોપડાનું એક ઈન્ટરવ્યૂ વાયરલ થઈ રહ્યું છે, જેમાં તેણે જણાવ્યું કે તે રણવીર સિંહની વેનિટી વેનમાં ન જઈ શકે. તેને અભિનેતાની વેનિટી વેનમાં જતા ડર લાગે છે અને તેની પાછળ જે કારણ જણાવ્યું તે જાણીને તમે પણ ચોંકી જશો અને તેણે એક્ટર વિશે એવો ખુલાસો કર્યો કે દીપિકાને પણ ઝટકો લાગી શકે છે.
પરિણીતિ ચોપડાએ એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો કે તેણે ઘણીવાર રણવીર સિંહને કપડા વગર જોયો છે અને તમને જણાવી દઈએ કે પરિણીતિ અને રણવીર એક સાથે ઘણી ફિલ્મોમાં જોવા મળી ચુક્યા છે અને તેણે ડેબ્યૂ ફિલ્મ પણ રણવીર સાથે કરી હતી અને જેણે જણાવ્યું હતું કે તે કોઈપણ વેનિટીમાં આરામથી જતી રહેતી. પરંતુ રણવીરની વેનિટીમાં જતા પહેલા વિચારવુ પડતું હતું. કારણ કે રણવીર હંમેશા કપડા વગર રહે છે. અભિનેત્રીએ કહ્યું કે, ઘણીવાર એવું થયું છે, જ્યારે તેણે રણવીરને કપડા વગર જોયો છે.
પરિણીતિ ચોપડાએ તે પણ જણાવ્યું કે તે એકવાર મેકઅપ કરી રહી હતી અને ત્યારબાદ પાછળ ફરીને જોયુ તો રણવીરે પેન્ટ ઉતારીને રાખ્યું હતું. પરિણીતિનું કહેવું છે કે રણવીરને પબ્લિકમાં પોતાનું પેન્ટ ઉતારવું સારૂ લાગે છે અને લાગે છે કે પરિણીતિ કંઈ ખોટું કહ્યું નથી.
જો વાત કરીએ રણવીર સિંહના વર્કફ્રંટની તો તે જલદી ફિલ્મ રોકી અને રાની ની પ્રેમ કહાની અને સર્કસમાં જોવા મળશે અને અભિનેતાની ફિલ્મ રોકી અને રાની કી પ્રેમ કહાની વર્ષ 2023માં રિલીઝ થશે તેમજ પરિણીતિ ચોપડાના વર્કફ્રંટની વાત કરીએ તો તે સૂરજ બડજાત્યાની ફિલ્મ ઉંચાઈમાં જોવા મળવાની છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.