આંતરરાષ્ટ્રીય બેસ્ટ સેલર ‘ધ ગર્લ ઓન ટ્રેન’ પર હિન્દીમાં એ જ નામ સાથે બનાવવામાં આવી રહેલ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા પછી ફિલ્મની ભારે ચર્ચા કરવામાં આવી રહી છે.
પરિણીતી ચોપડાની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર પ્રશંસા મેળવ્યા બાદ હવે પરિણીતી ચોપડા(Parineeti Chopra)એ તેના ચાહકોનો આભાર માનતા ફિલ્મનો સેટ અને ફિલ્મ સાથે જોડાયેલા ઘણા રહસ્યો ખોલ્યા છે.
પરિણીતી કહે છે કે આ ભૂમિકા નિભાવવા માટે તેને ફરીથી તેના જીવનના દર્દનાક અનુભવોમાંથી પસાર થવું પડ્યું હતું. આ પાત્રએ તેને નિચોવી નાંખી છે! પરિણીતી કહે છે કે આ ફિલ્મમાં મારું કામ જોઈને જે પ્રકારનો રિસપોન્સ મળી રહ્યો છે તે જોઈને ખરેખર આનંદ થાય છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.