સરકારમાં ડર્ઝન ભર મંત્રીઓ પર વધારે ભારણ,મંત્રીપરિષદમાં ફેરફાર માટે 23 મંત્રાલયોની કરાશે પસંદગી

મંત્રીપરિષદમાં ફેરફાર અને પરિવર્તન માટે 23 મંત્રાલયોની પસંદગી કરવામાં આવશે. આસામના પૂર્વ મુખ્યમંત્રી સર્બાનંદ સોનાવાલ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને મુકુલ રોયને વિસ્તાર પર ચર્ચા કરવા માટે જલ્દી બોલાવી શકાય એમ છે.  અનેક મંત્રીઓના નિધન અને અન્ય કારણોથી સરકારમાં ડર્ઝન ભર મંત્રીઓની પાસે એકથી વધારે મંત્રાલયોની જવાબદારી છે.

સોનોવાલને દિલ્હી બોલાવ્યા હતા. જ્યારે ચર્ચા માટે સિંધિયા વિદેશ પ્રવાસની પહેલા અઠવાડિયે પાછા ફરશે.

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મોદી મંત્રી પરિષદમાં સામિલ થવા પર પોતાની સહમતિ આપી દીધી છે. જો કે જદયૂને કેબિનેટમાં કેવા પ્રકારનું પ્રતિનિધિત્વ મળશે તેના પર ચર્ચા થવાની બાકી છે.  સૂત્રોનું કહેવું છે કે જદયૂને કેબિનેટ અને રાજ્યમંત્રીના એક એક પદ આપવામાં આવશે.

વર્તમાનમાં અનેક મંત્રીઓ પર કામનું ભારણ વધારે છે. તેવામાં 2 મંત્રીઓ શિવસેનાના અરવિંદ સાંવત, અકાળી દળના હરસિમરત કૌરના રાજીનામા અને 2 મંત્રીઓના મોતના કારણે થયું છે. સૂચના તથા પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરની પાસે પર્યાવરણની સાથે ભારે ઉદ્યોગ મંત્રાલયનો પણ ભાર છે.  રેલવે મંત્રી પીયૂલ ગોયલની પાસે વાણિજ્ય, રેલ મંત્રાલય ઉપરાંત ગ્રાહકોના મામલાનો ભાર છે. આ રીતે પહેલા જ કૃષિ, પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસની જવાબાદારી સંભાળી રહેલા નરેન્દ્ર સિંહ તોમરની પાસે ખાદ્ય પ્રસંસ્કરણનો વધારાનો ભાર છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.