વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બીજી રેલી સમસ્તીપુરમાં થઈ રહી છે. આ રેલીમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પણ હાજર છે.
સમસ્તીપુરમાં મુખ્યમંત્રી નીતીશ કુમારે પોતાના માત્ર 2 મિનિટના સંબોધનમાં કહ્યુ કે બિહારના મતદાતા એકવાર ફરીથી એનડીએને રાજ્યનો વિકાસ કરવાની તક આપે, નીતીશ કુમારે કહ્યુ કે કેન્દ્ર સરકારે બિહારને કેટલીક વિશેષ મદદ કરી છે અને બિહારના વિકાસને રફ્તાર આપી છે.
સમસ્તીપુરમાં પીએમ મોદીએ કહ્યુ કે કોરોનાના પ્રતિબંધ વચ્ચે પણ આટલી મોટી સંખ્યામાં આવવુ, જે આપનો જોશ અને ઉત્સાહ સ્પષ્ટ કરે છે કે 10 નવેમ્બરે પરિણામ શુ આવવાના છે. અહીં દરેક ખૂણામાં વિજયનો અહેસાસ છે. ઉમંગ છે, ઉત્સાહ છે અને બિહારના ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ હુ જોઈ રહ્યો છુ.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે આજે જો દરેક આકલન, દરેક સર્વે, NDAની જીતનો દાવો કરી રહ્યા છે તો તેની પાછળ ચોક્કસ કારણ છે. આજે એનડીએની ફરીથી સરકાર બનવાની છે, જેને અમારી સરકારે, નીતિશ બાબુની સરકારે સુશાસનથી, સુવિધાઓથી જોડી છે. અવસરોથી જોડી છે.
સ્કુલોમાં બનેલા શૌચાલયથી મહિલાઓને અંધારાની રાહ જોવાથી મુક્તિ મળી છે. જે બહેનોને પીવાના પાણીના સંઘર્ષને મુક્તિ મળી તે NDAના પક્ષમાં મત આપી રહી છે. જીવન ભર ધુમાડામાં રહેતી બહેનોના વોટ NDA માટે છે. જેના ઘરમાં ઉજ્જવલા સિલિન્ડર પહોંચ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને આરજેડી પર પરિવારવાદને લઈને નિશાન સાધ્યુ, પીએમે કહ્યુ કે નીતીશ બાબુના કોઈ સંબંધી રાજ્યસભામાં પહોંચ્યા છે શુ, નરેન્દ્ર મોદીના કોઈ સગા સંબંધી સંસદ પહોંચ્યા છે શુ, પરંતુ આ લોકો એવા છે જે સત્તામાં આવતા જ સંબંધીઓ વચ્ચે જિલ્લા વહેંચે છે.
પીએમ મોદીએ કહ્યુ કે જેમની નીતિ ખરાબ હોય, જેમની નીતિ માત્ર ગરીબોનુ ધન લૂંટવાની હોય, જે નિર્ણય માત્ર પોતાના અને પોતાના પરિવારને ધ્યાનમાં રાખીને લેતા હોય, તે વિકાસના દરેક પ્રયાસનો વિરોધ જ કરશે. વડા પ્રધાને કહ્યુ કે આ લોકોને ગરીબની મુશ્કેલી સાથે કોઈ લેવાદેવા નથી. આમને ગરીબ માત્ર અને માત્ર ચૂંટણીમાં યાદ આવે છે. જ્યારે ચૂંટણી આવે છે તો તેઓ માળા જપવાનુ શરૂ કરી દે છે. ગરીબ, ગરીબ, ગરીબ… જ્યારે ચૂંટણી પૂરી થાય ત્યારે તે બસ પોતાના પરિવારને લઈને બેસી જાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.