પ્રહલાદ મોદી હરિદ્વારથી એરપોર્ટ પર આવ્યા હતા, અને તે સમયે તેમણે અદાણીના કર્મચારીઓ સાથે,પાર્કિંગ ચાર્જને લઈને કર્યો હતો હોબાળો

પ્રહલાદ મોદી હરિદ્વારથી એરપોર્ટ પર આવ્યા હતા અને તે સમયે તેમણે અદાણીના કર્મચારીઓ સાથે પાર્કિંગ ચાર્જને લઈને હોબાળો કર્યો હતો. પ્રહલાદ મોદીનું કહેવું હતું કે, મેં ગાડી પાર્ક કરી જ નથી તો હું શા માટે પાર્કિંગ ચાર્જ આપું. હું રોડ માટેનો ટેક્સ ભરું છુ, તો પાર્કિંગ ચાર્જ શા માટે આપું.

અદાણી એરપોર્ટના વિવાદને લઈને પ્રહલાદ મોદીએ જણાવ્યું હતું કે, હું ગમે ત્યારે એરપોર્ટ પર આવું છું ત્યારે હંમેશા કાર રોડ પર ઊભી રખાવીને ટર્મિનલમાં આવું ત્યારે ડ્રાઇવરને ફોન કરીને કાર અંદર બોલાવું છું અને જેવી કાર આવે એવો જ હું કારની અંદર બેસીને ચાલ્યો જાઉં છું.

તેમણે એવું પણ જણાવ્યું હતું કે, મારી ગાડી એરપોર્ટની અંદર 10 મિનિટ પણ રોકાય નથી. તો હું શા માટે પાર્કિંગ ચાર્જ આપું મારી કારને અડધો કલાક એક કલાક પાર્ક કરી હોય તો હું પાર્કિંગ ચાર્જ આપું પરંતુ મેં પાર્કીંગની અંદર કાર મૂકી નથી તો શા માટે ચાર્જ લેવામાં આવે છે.

પ્રહલાદ મોદીએ જણાવ્યું હતું કે, તમે મારા પર કેસ કરી શકો છો અને મારી કાર પણ જપ્ત કરી શકો છો. આ વિવાદને લઈને અધિકારીઓએ પ્રહલાદ મોદીને પાર્કિંગ ચાર્જ વસૂલ કર્યા વગર જવા દીધા હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.