અમદાવાદ કોર્પોરેશનની કામગીરીને લઈને અનેક વખત એવા મુદ્દાઓ સામે આવ્યા છે. જેમાં કામગીરી ચર્ચાસ્પદ બની છે. ફરી એકવખત વાહનોને લઈને મુદ્દો રસપ્રદ અને મહત્વનો બની રહ્યો છે. અમદાવાદ સિટીમાં તા.31 ડીસેમ્બરથી લઈને તા.31 જાન્યુઆરી 2022 સુધી સમગ્ર અમદાવાદ સિટીમાં માત્ર 14 જેટલા જ વાહનો ટો કરાયા છે. જે વાહનો રસ્તા વચ્ચે અડચણ રૂપ હતા અને આ વાહનો ઊઠાવી લેવાયા હતા.
અમદાવાદ સિટીમાં પાર્કિંગ, રખડતા ઢોર, દબાણ અને અન્ય મુદ્દાને લઈને થયેલી અત્યાર સુધીની કામગીરીનો રીપોર્ટ તૈયાર કરાયો છે.અને જે હવે ચર્ચામાં છે. આમાંથી એક મોટી વાત સામે આવી છે. ગુજરાત હાઈકોર્ટ સામે શહેરના રસ્તા પર રખડતા ઢોર, પાર્કિંગ અંગે કન્ટેમ્પટની અરજી મામલે અત્યાર સુધી થયેલી કામગીરી તથા પગલાંનો એક્શન રીપોર્ટ તૈયાર થયો છે. જેમાં આવી અનેક પ્રકારની અનેક કામગીરીનો ઉલ્લેખ છે.
જેની સૌથી રોચક વાત એ છે કે આ સમયગાળા દરમિયાન અમદાવાદ સિટીમાંથી માત્ર 14 જેટલા જ વાહનો અડચણ રૂપી હતા એ મળી આવ્યા છે. જે જાહેર રસ્તા પર ખોટી રીતે પાર્ક કરવામાં આવ્યા હતા.અને જે કોર્પોરેશને પકડ્યા અને પગલાં પણ લીધા. આ સિવાય કોર્પોરેશને 530 જેટલા લારી ગલ્લા દૂર કર્યા છે. 3231 જેટલા ગેરકાયદેસર બેનર-હોર્ડિંગ્સ દૂર કર્યા છે.
સૌથી વધારે મુદ્દો ચર્ચામાં એ છે કે, વાહન માત્ર 14 જ મળ્યા છે. એટલે પાર્કિંગની સુવિધા સુસજ્જ હોય એવું લાગી રહ્યું છે. પણ અમદાવાદ સિટીમાં પાર્કિંગને લઈને હકીકત અલગ છે. આ સિવાય 43 જેટલી ઈમારતો જે જોખમી છે એને નોટિસ ફટકારવામાં આવી હતી. અને શહેરમાં માં કુલ 62100 પૈકી 44336 સ્ટ્રીટ વેન્ડરને ઓળખપત્ર અને 10818 સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે.
જોઇન્ટ ઇન્ફોર્મેશન ટીમ થકી એસ્ટેટ તથા આરોગ્ય ને લગતા કુલ 903 જેટલા કેસ નોંધવામાં આવ્યા અને રૂ.931,200 ની રકમ વસુલવામાં આવી. સામાન્ય રીતે જ્યારે પણ અમદાવાદમાં વાહનોને લઈને વાત થાય છે ત્યારે પાર્કિંગનો પ્રશ્ન સૌથી વધારે ચર્ચામાં રહે છે.અને એવામાં અમદાવાદ કોર્પોરેશને માત્ર 14 વાહન ટો કરીને રિપોર્ટ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.