પાર્લામેન્ટમાં જઈ મોદી સરકારને મજબૂત કરીશઃઅભય ભારદ્વાજ

રાજકોટઃભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી રાજ્ય સભાની ચૂંટણીને લઈને પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં ગુજરાતની બે સીટ પર ના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જે બે ઉમેદવાર પૈકી એક ઉમેદવારનું નામ અભયભાઈ ભારદ્વાજ છે. વાતચીતમાં અભય ભારદ્વાજઅ જણાવ્યું હતું કે, વ્યક્તિ પક્ષમાં મહાન નથી.જે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે મને રાજ્યસભાની ચૂંટણી માટે મારું ઉમેદવાર તરીકે નામ જાહેર કર્યું છે તે જ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ 1995ની સાલમાં મેં બળવો કર્યો હતો. આજે એ જ ભારતીય જનતા પાર્ટીની સરકારે મને ટિકિટ આપી મારુ બહુમાન કર્યું છે. હવે દેશમાં એક સરખા કાયદા માટે વડાપ્રધાન સાથે કામ કરીશ તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

વર્ષ 1995ની સાલમાં ઉમેશ રાજ્યગુરુ અને વજુભાઈ વાળાને ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી હતી. જે તે સમયે અભયભાઈ ભારદ્વાજને ટિકિટ ન મળતા પાર્ટી સામે બળવો કર્યો હતો. તેમજ અપક્ષ ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી હતી જે ચૂંટણીમાં તેમની હાર પણ થઇ હતી.

આગામી સમયમાં નરેન્દ્ર મોદીની સરકાર યુનિફોર્મ સિવિલ કોડ દેશભરમાં લાગુ કરીને રહેશે તે માટે જે પણ મહેનત કરવી પડશે તે મહેનત કરીશું. મારે મારા સ્વભાવ વિરુદ્ધ ધેર્ય સાધી ને કામ કરવું પડે તો પણ હું કરીશ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લો કમિશન ઓફ ઇન્ડિયા ના સભ્ય તરીકે મારા જેવા નીચલી અદાલતમાં પ્રેક્ટિસ કરતા વકીલને સમાવ્યો છે. આગામી સમયમાં રાજ્યસભામાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે જઇશ ત્યારે નરેન્દ્રભાઈની સરકારના હાથ વધુમાં વધુ મજબૂત કરવાનો પ્રયત્ન કરીશ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.