હોળી-ધુળેટીને લઇ રાજ્ય ગૃહ વિભાગે ગાઇડલાઇન બહાર પાડી છે. હોળીની ધાર્મિક વિધિ માટે છૂટછાટ આપવામાં આવી છે અને ધુળેટીની ઉજવણી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
રાજ્યમાં હાલ કોરોનાની સ્થિતિને ધ્યાને લેતા હોળીના તહેવાર સંદર્ભે પરંપરાગત રીતે મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવી શકાશે અને હોળીની પ્રદક્ષિણાની સાથો સાથ ધાર્મિક વિધિ પણ કરી શકાશે.
તો હોળી દહનના કાર્યક્રમમાં ભીડ એકઠી કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. કોરોના ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન થાય તે અંગે આયોજકોને તકેદારી રાખવાની રહેશે. ધુળેટીના દિવસે જાહેરમાં ઉજવણી-સામૂહિક કાર્યક્રમ પર પણ પ્રતિબંધ લગાવ્યો છે.
હોળીના દિવસે ધાર્મિક રીતે હોળી દહનની જ માત્ર મંજૂરી રહેશે. ધાર્મિક ઊજવણીની હોળી દહન માટે મર્યાદિત રીતે લોકો એકત્રિત થાય તેની છૂટ આપવામાં આવી છે. હોળીની ઉજવણીમાં ટોળાશાહી કરવા, ધુળેટીમાં રંગવા-પાણી નાખવા જેવી કોઇ મંજૂરી નહીં મળે. હોળી-ધુળેટીના નાના મોટા કે જાહેર રંગોત્સવ કાર્યક્રમને મંજૂરી નહીં મળે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.