નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં કેન્દ્ર સરકારના અપ્રત્યક્ષ(ઇનડાયરેક્ટ) ટેક્સ કલેકશન ૧૨ ટકા વધીને ૧૦.૭૧ લાખ કરોડ રૂપિયા રહ્યું છે.જે ગયા વર્ષે ૯.૫૪ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. જો કે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં જીએસટી કલેક્શનમાં ૮ ટકાનો ઘટાડો થયો છે. નવા નિર્ધારિત લક્ષ્યાંક કરતા ઇનડાયરેક્ટ કલેક્શન ૮.૨ ટકા વધારે રહ્યું છે.
ગયા વર્ષે કસ્ટમ ડયુટી કલેક્શન ૧.૦૯ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં સેન્ટ્રલ એક્સાઇઝ ડયુટી એન્ડ સર્વિસ ટેક્સ(એરિયર્સ) કલેક્શન ૩.૯૧ લાખ કરોડ રૂપિયા રહ્યું છે.
કેન્દ્ર સરકારનું જીએસટી (ઇન્ટેગ્રેટેડ જીએસટી, સેન્ટ્રલ જીએસટી, કોમ્પેનસેશન સેસ)મ ૮ટકા ઘટીને ૫.૪૮ લાખ કરોડ રૂપિયા રહ્યું છે
લોકડાઉનને કારણે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના પ્રથમ છ મહિનામાં જીએસટી કલેક્શનમાં મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો હતો. જો કે અંતિમ છ મહિનામાં જીએસટી કલેક્શનમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.