– જન સંઘર્ષ વિરાટ પાર્ટીના ગુજરાત ના અધ્યક્ષ રાજકીય જશ ખાટવા મજૂરોને ગેરમાર્ગે દોરતા હતા
કોરોનાના પગલે લોકડાઉન બાદ યુપી બિહાર સહિતના શ્રમજીવીઓ બેકાર બની ગયા હતા. તેઓ વતન જવા માટે વલખા મારી રહ્યા હતા ત્યારે તેઓને ગેરમાર્ગે દોરવા માટે કેટલાક લોકો ખોટી અફવાઓ ફેલાવતા હતા. જેના કારણે હજારોના ટોળા ઓઢવ તથા ગોતામાં ભેગા થઇ ગયા હતા.
વટવા પોલીસે ચોક્કસ બાતમીના આધારે વટવા ગામઠી રોડ ઉપર રહેતા જન સંઘર્ષ વિરાટ પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ અર્જુન રામશંકર મિશ્રા સહિત છ જણાની ધરપકડ કરી છે.
આરોપીઓ યુપી બિહારના લોકોનો સંપર્ક કરીને પોતે વતન મોકલી આપશે તેવી ખાતરી આપીને લોકોને ગેરમાર્ગે દોરતા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.