પાર્ટી અને પુત્ર વચ્ચે ફંસાયેલા સોનિયાએ હરિયાણામાં કરી નાંખી આવી ભૂલ અને હારી ગયાં હુડ્ડા

હરિયાણા વિધાનસભાની ચૂંટણીના પરિણામ સામે આવી રહ્યાં છે અને પ્રદેશમાં કોઇપણ પાર્ટીને બહુમત મળતો નજરે નથી આવી રહ્યો. હરિયાણામાં અત્યાર સુધી આવેલા પરિણામ અનુસાર બીજેપીની સીટો ઘટતી નજરે આવી રહી છે તો કોંગ્રેસની સીટો વધી રહી છે. જ્યારે સત્તાની ચાવી જેજેપી અને અન્યના હાથમાં જતી હોય તેવું લાગી રહ્યું છે.

જણાવી દઇએ કે લોકસભાની ચૂંટણીમાં હારથી નિરાશ કોંગ્રેસ માટે ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા હરિયાણામાં ફરી એકવાર ફરી સંજીવની બનતા નજરે આવી રહ્યાં છે. કોંગ્રેસના દિગ્ગજ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાને હરિયાણામાં ચહેરો બનાવવા અને કુમારી શૈલજાને પ્રદેશ અધ્યક્ષ બનાલલાનો નિર્ણય વિધાનસભા ચૂંટણીના એલાનથી ફક્ત 15 દિવસ પહેલાં લેવામાં આવ્યો છે.

તેવામાં સવાલ એ છે કે સોનિયા ગાંધી પાર્ટી અને પુત્ર રાહુલ ગાંધીને મોહમાં ફસાયેલા રહ્યાં, જેના કારણે ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા પર ભરોસો કરવામાં ઘણો વિલંબ થઇ ગયો. તેનું પરિણામ એ આવ્યું કે કોંગ્રેસ ત્રણ સીટો પર લીડ મેળવ્યા બાદ પણ બહુમતના આંકડાથી દૂર છે.

હરિયાણાની 90 વિધાનસભાની બેઠકો પર આવી રહેલા પરિણામ અનુસાર બીજેપીને 40, કોંગ્રેસને 30, જેજેપીને 12 અને અન્યને 8 સીટો મળતી જોવા મળી રહી છે. જો કે 2014ની વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીને 47, કોંગ્રેસ 15, ઇનેલોને 19 અને અન્યને 9 સીટો મળી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.