ખેડૂત આંદોલનમાં ભાગ લેવા આવેલી,પશ્ચિમ બંગાળની એક યુવતી પર,રેપની ઘટના અંગેનો નોંધ્યો છે મામલો

ખેડૂત આંદોલનમાં ભાગ લેવા આવેલી,પશ્ચિમ બંગાળની એક યુવતી પર,રેપની ઘટના અંગેનો નોંધ્યો છે મામલો.

આ યુવતીનું કોરોના સંક્રમણથી 30 એપ્રિલે મોત થયુ હતુ. મોતના 4 દિવસ પહેલા તેને શિવમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

∴ યુવતીના પિતાનો આરોપ છે કે તેમની દીકરીની સાથે 4 લોકોએ બળાત્કાર કર્યો છે. પિતાની ફરિયાદ પર સોશિયલ આર્મી ચલાવનાર અનૂપ અને અનિલ માલિક સહિત 4 લોકો પર શહેર પોલીસે એફઆઈઆર નોંધી છે

⇒આઈપીસીની કલમ 365, 342, 354, 376 અને 120 બી અંતર્ગત ફરિયાદ નોંધાયી છે. પોલીસે આરોપીઓ પર સામૂહિક બળાત્કારની સાથે સાથે, અપહરણ, બ્લેકમેલિંગ, બંધક બનાવવા અને ધમકી આપ્યાની કલમો લગાવી કેસ ચલાવ્યો છે.

અનિલ માલિક, અનૂપ સિંહ, અંકુશ સાંગવાન, જગદીશ બરાડ, કવિતા આર્ય અને યોગિતા સુહાગ પર કેસ દાખલ થયો છે. ગત એનેક દિવસોથી સંગઠનોના નેતાઓ દ્વારા આ મામલાને ઉઠાવવામાં આવી રહ્યો હતો. શનિવારે ટીકરી બોર્ડર પર સંયુક્ત મોર્ચાની મીટિંગ થઈ

આ યુવતીનું કોરોનાથી મોત થયા બાદ ખેડૂતોએ શવ યાત્રા કાઢી હતી. જ્યારે કોરોના સંક્રમણથી મોત બાદ એક નિશ્ચિત ગાઈડલાઈનનું પાલન કરી અંતિમ સંસ્કાર કરી દીધુ હતુ. ખેડૂતોએ કોરોના સંક્રમિતનો શવ કાઢ્યો તો સંક્રમણનો પણ ડર બનેનો હતો. કોરોના કાળામાં આ ખેડૂત આંદોલન દરમિયાન થયેલી પહેલી મોત હતી. તેવામાં હવે સવાલ એ છે કે એક તરફ દુષ્કર્મનો મામલો નોંધાઈ રહ્યો છે તો બીજી તરફ યુવતીના શવ પર અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.