પશ્ચિમ બંગાળમાં શનિવારે, વહેલી સવારથી જ વિધાનસભા ચૂંટણીના, ચોથા તબક્કાનું મતદાન થઈ ગયું છે ચાલુ

પશ્ચિમ બંગાળમાં શનિવારે વહેલી સવારથી જ વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન ચાલુ થઈ ગયું છે. રાજ્યમાં 5 જિલ્લાના 44 વિધાનસભા ક્ષેત્રના મતદારો વિધાનસભામાં પોતાનો પ્રતિનિધિ ચૂંટવા માટે મતદાન કરી રહ્યા છે.

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કાના મતદાનને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદારો, ખાસ કરીને યુવાનોને અને મહિલાઓને રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવા વિનંતી કરી છે. વહેલી સવારે 7:00 વાગ્યે મતદાન શરૂ થવાનું હતું જેને લઈ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો

ચૂંટણી મેદાનમાં ઉતરેલા ઉમેદવારોના ભવિષ્યની કમાન એક કરોડથી વધારે મતદારોના હાથમાં છે. ચોથા તબક્કામાં જે 44 વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે તેમાં સિંગુર બેઠક સૌથી ચર્ચિત છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.