પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને,ભારે બહુમતી મળતી જોવા મળી રહી છે

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને ભારે બહુમતી મળતી જોવા મળી રહી છે. અત્યાર સુધીના વલણોમાં, ટીએમસી 216 બેઠકો પર આગળ છે. જ્યારે, BJPનાં ખાતામાં 75 બેઠકો જતી જોવા મળી રહી છે. TMC કાર્યકરો પાર્ટીની જીતની ઉજવણી કરી રહ્યા છે.

આ પહેલા TMC કાર્યકરોએ BJPનાં કોલકાતામાં સ્થિત રાજ્ય કાર્યાલયની બહાર હંગામો મચાવવાનો પ્રયાસ કર્યો હતો.

બંગાળમાં વિજય પછી મમતા પહેલી વાર શું બોલી, પશ્ચિમ બંગાળમાં વિજય પછી પહેલી વાર કાર્યકરોને સંબોધી રહેલી મમતા બેનર્જીએ કહ્યું કે કોરોના પર અંકુશ રાખવો એ અમારી પહેલી પ્રાથમિકતા છે. તેમણે ‘જય બંગાળ’ ના નારા લગાવતા કહ્યું કે તેઓ હજી વિજયની ઉજવણી નહીં કરે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.