પશ્ચિમ બંગાળમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકારણ વધુને વધુ ગરમાઈ રહ્યું છે.
મમતાના ગઢમાં પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના પ્રવાસ પર છે અને રાજ્યમાં ઘણી બધી યોજનાની ભેટ આપવાના છે.
પીએમ મોદી રાજ્યમાં એક સભાને સંબોધિત પણ કરવાના છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બે લાખથી વધારે લોકો ભેગા થશે.
નોંધનીય છે કે 15 દિવસ પહેલા જ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જયંતી પર પીએમ મોદી કોલકાતા ગયા હતા અને ત્યારે મમતા બેનર્જી પણ તેમની સાથે હાજર હતા. જોકે એ કાર્યક્રમમાં મમતા બેનર્જી લાલઘૂમ થઈ ગયા હતા અને ભાષણ પણ આપ્યું ન હતું. મમતા બેનર્જી જેવા બોલવા ગયા લોકોએ નારાબાજી શરૂ કરી દીધી અને દીદી ભડકી ઉઠયા. અને તેમણે એમ પણ કહ્યું કે આ રીતે અપમાન કરવું યોગ્ય નથી.
પીએમ મોદીનો આજનો કાર્યક્રમ સરકારી છે અને તેના કારણે પ્રોટોકોલ અનુસાર આ કાર્યક્રમમાં સામેલ થવા માટે રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે પણ બંગાળના મીડિયા અહેવાલ અનુસાર મમતા બેનર્જી આ કાર્યક્રમમાં સામેલ નહીં થાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.