પશ્ચિમ બંગાળમાં 31 જુલાઈ સુધી વધારવામાં આવ્યું લોકડાઉન

 

પશ્ચિમ બંગાળમાં કોરોનાના કેસો ઘણાં ઝડપથી વધી રહ્યાં છે. આ કારણ પ.બંગાળ સરકારે ફરીવાર રાજ્યમાં લોકડાઉન લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. હવે પશ્ચિમ બંગાળમાં 31 જુલાઈ સુધી લોકડાઉન લાગૂ રહેશે. જો કે મમતા બેનર્જીના નેતૃત્વવાળી સરકારે તે પણ કહ્યું કે, લોકડાઉનમાં પહેલાંની સરખામણીએ ઘણી છૂટછાટ આપવામાં આવશે.

કોરોના વાઈરસના કારણે ફરી એકવાર દેશમાં લોકડાઉનની ચર્ચા શરૂ થઈ ગઈ છે. પહેલાં ચેન્નઈ પછી ગુવાહાટી અને હવે પશ્ચિમ બંગાળે લોકડાઉન લાગૂ કરી દીધું છે. બેંગલુરુ સહિત અન્ય ઘણાં શહેરો પણ લોકડાઉન ફરીથી લાગૂ કરવા પર વિચાર કરી રહ્યાં છે. મહાનગરોમાં કોરોનાની રફ્તાર ઝડપી થવાને કારણે જ દેશમાં કોરોના વાઈરસના કેસ સાડા ચાર લાખને પાર પહોંચી ગયા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.