કેટલાક નવા પ્રતિબંધોની જાહેરાત કરતા મમતા બેનરજીએ જણાવ્યું કે રાજ્ય સરકારે ફેસ માસ્ક ફરજિયાત બનાવ્યું છે. રાજ્ય સરકારની ઓફિસમાં ફક્ત 50 ટકા લોકોને જ આવવાની મંજૂરી અપાઈ છે. તેમણે કહ્યું કે શોપિંગ કોમ્પલેક્સ, જિમ,સિનેમા હોલ, બ્યુર પાર્લર વગેરેને બંધ રાખવાનો આદેશ છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે કોવિડ-19 મારી પહેલી પ્રાથમિકતા છે અને તેથી મેં કોરોના પર પહેલી બેઠક યોજી છે.
સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટમાં ફક્ત 50 ટકા સ્ટાફની મંજૂરી
– 7 મેથી બોર્ડિંગ પહેલા 72 કલાક સુધીના આરટીપીસીઆર ટેસ્ટ વગર એક પણ ફ્લાઈટને મંજૂરી નહીં
– સ્થાનિક, રાજકીય,કોઈ પણ પ્રકારના જાહેર કાર્યક્રમ પર પ્રતિબંધ
– સરકારી,ખાનગી કંપનીઓમાં ફક્ત 50 ટકા સ્ટાફને મંજૂરી
– ફેરિયા, ટ્રાન્સપોર્ટર,પત્રકારોને વેક્સિનના પહેલા ડોઝમાં અગ્રિમતા આપવામાં આવશે.
– શોપિંગ કોમ્પલેક્સ, જિમ,સિનેમા હોલ, બ્યુર પાર્લર,પૂલ બંધ રહેશે.
– તમામ જિલ્લામાં સ્ટેટે કોરોના વોરિયર્સ ગ્રુપ સક્રિય કરવામાં આવશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.