કોરોના ની ગાઈડલાઈન ના પાલન સાથે ચારધામની યાત્રા શરૂ કરી દેવામાં આવી છે. ઉત્તરાખંડમાં ચારધામની યાત્રા માટે મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવવાની શરૂઆત થઇ ચૂકી છે. જેને પગલે અહીં પર્યટન સ્થળ પર ફરી ધમધમવા લાગ્યું છે. ત્યારે ચારધામની યાત્રાએ ગયેલા ગુજરાતીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગાંધીનગર થી ગયેલા યાત્રાળુઓની એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં યાત્રાળુઓ હેરાન થતા હોવાનું જણાવી રહ્યા છે. ઉત્તરાખંડમાં ચારધામની યાત્રાએ ગયેલા યાત્રાઓ પાસે વારંવાર ડોક્યુમેન્ટ ની ચકાસણી અને કોરોના મહામારી હોવાના કારણે RTPCR રિપોર્ટ ચેક કરવામાં આવી રહ્યો છે.
એટલું જ નહીં ગાંધીનગરથી ગયેલાં યાત્રાળુઓ RTPCR રિપોર્ટ હોવા છતાં તંત્ર કનડગત કરતું હોવાનું જણાવી રહ્યાં છે. કોરોના ચકાસણીનાં નામે યાત્રાળુને ૫ કલાક બેસાડી રાખવામાં આવે છે.
ઉત્તરાખંડ હાઈકોર્ટે કોરોના મહામારી ને કારણે ચારધામ યાત્રા પર મૂક્યો હતો. તેને હટાવી દીધો છે. જેને પગલે રાજ્ય સરકારે આ યાત્રા ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ દિવસે સાંજે ચાર વાગ્યા સુધીમાં ૪૧૯ લોકો બદ્રીનાથ અને કેદારનાથ પહોંચ્યા હતા. પરંતુ ગુજરાતીઓ ને હાલાકી પડી રહી છે. ગાંધીનગર થી ગયેલા કેટલાક યાત્રાળુઓ વારંવાર ડોક્યુમેન્ટ અને કોરોના ની ચકાસણી ના નામે ચારથી પાંચ કલાક વગાડતા હોવાનો દાવો કર્યો છે.
https://www.youtube.com/watch?v=xwyZX8B4c2E
આ હકીકત ની ખરાઇ કરવા માટે ગાંધીનગરથી ગયેલા યાત્રીઓએ એક વિડીયો મોકલ્યો છે. પરમિશન ના નામે પણ હેરાનગતિ કરાઈ રહી હોવાનું યાત્રીઓ જણાવી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.