પાસપોર્ટ માટે અરજી કરતા લોકો સાવધાન,નહીંતર ગુમાવશો લાખો રૂપિયા

જો તમે પણ પાસપોર્ટ માટે અરજી કરવા જઇ રહ્યા છો તો સાવધાન થઇ જાઓ. કારણકે આ સમયે ઇન્ટરનેટ પર લાખો ફેક વેબસાઇટ ચાલી રહી છે. જે લોકોને ચૂનો લગાવે છે. તો એવામાં પાસપોર્ટ વિભાગને કેટલીક નકલી સાઇટનો ખુલાસો કર્યો છે જે લાંબા સમયથી પાર્સપોર્ટના નામે લોકોની જોડે છેતરપિંડી કરી રહી હતી. આજે અમે તમને કેટલીક સાઇટ્સ જણાવીશુ જેનાથી તમે હેકર્સનો શિકાર થતા બચી જશો. નકલી પાસપોર્ટ વેબસાઇટની જાણકારી વિદેશ મંત્રાલયે આપી છે, તો આવો જોઇએ કઇ સાઇટ છે.

આ સાઇટ પર http://www.passport-seva.in/ તમારો ડેટા લીક થઇ શકે છે. અને હેકર્સ તમને ચૂનો લગાવી શકે છે. એવું પણ સંભવ છે કે વેબસાઇઠ પર જવાના કારણથી તમારા ફોનમાં વાયરસ પહોંચી શકે છે.

જો તમે આ સાઇટ https://www.indiapassport.org/ પર જઇને પાસપોર્ટની અરજી કરી શકો છો. તો તેનાથી તમારો ડેટા લીક થશે સાથે જ તમારા લાખો રૂપિયા જઇ શકે છે.

તમે પાસપોર્ટ માટે સરકારની આ અધિકારીક સાઇટ www.passportindia.gov.in પર જઇને અરજી કરી શકો છો. આ સાઇટ પૂર્ણ રીતે સુરક્ષિત અને અધિકારીક વેબસાઇટ છે.

વેબસાઇટ સિવાય તમે એપ દ્વારા પાણ પાસપોર્ટ માટે અરજી કરી શકો છો. આ એપનું નામ એમ પાસપોર્ટ સેવા છે. આ એપ એન્ડ્રોયડ અને આઇઓએસ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.