રાજ્યમાં કોરોના વાઇરસ તાંડવ મચાવી રહ્યો છે. આજે પાટણ જિલ્લામાં કોરોના વાઇરસથી મોત થતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.47 વર્ષીય યુવક 15મી માર્ચના રોજ 15મી માર્ચે મુંબઈથી સિદ્ધપુર આવ્યો હતો. યુવકને બિમારી વધી જતાં ધારપુર સિવિલ પહોંચ્યો હતો. જેમાં તેનુ મેડિકલ ચેકઅપ કરતા 4 એપ્રિલ શનિવારના રોજ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતોજેને લઈ આરોગ્ય વિભાગ પર અનેક સવાલ ઉભા થયા છે.
પાટણ જિલ્લામાં વધુ 3 કેસ પોઝિટિવ આવ્યા, કુલ 5 પોઝિટિવ
આજે ગુજરાતમાં કોરોના પોઝિટીવ કેસોનો આંકડો 165 પર પહોંચી ગયો છે. ત્યારે પાટણ માટે આજે ખરાબ સમાચાર આવ્યાં છે. પાટણમાં આજે નવા ત્રણ કેસ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝિટીવનોઆંકડો પાંચ થયો છે.
લોકલ ટ્રાન્સમિશનના કેસોમાં સતત વધારો થઇ રહ્યો
આજના 19 નવા કેસોની વાત કરીએ તો, તેમાંથી 13 કેસ અમદાવાદમાં નોંધાયા છે. જ્યારે પાટણમાં ત્રણ, ભાવનગર, આણંદ અને હિંમતનગરમાં એક-એક કેસ નોંધાયા છે આ સાથે ગુજરાતમાં આંકડો 165 પર પહોંચી ગયો છે. તમામ દર્દીઓમાંથી 126 સ્વસ્થ, 4 દર્દી વેન્ટિલેટર પર અને 23 દર્દી સાજા થયા છે. રાજ્યમાં 3040 લોકોના ટેસ્ટ થયા છે. જેમાંથી 40 ટેસ્ટ પેન્ડિંગ છે.
જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં હવે લોકલ ટ્રાન્સમિશનના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. અત્યારસુધીમાં કુલ 165 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 100 જેટલા લોકલ ટ્રાન્સમિશન કેસ છે. જ્યારે 33 વિદેશી ટ્રાવેલ હિસ્ટ્રી અને 32 આંતરરાજ્ય ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. છેલ્લા 24 કલાકમાં 298 ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. જેમાંથી 237 નેગેટિવ છે, 21 પોઝિટિવ અને 40 કેસ પેન્ડિંગ છે. આમ અત્યારસુધીમાં કુલ 3040 ટેસ્ટ કરાયા છે. જેમાંથી 165 પોઝિટિવ, 2835 નેગેટિવ અને 40 કેસ પેન્ડિંગ છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.