પાટણનાં શરણાર્થીઓની હૃદય કંપાવનારી આપવિતી, પાક.માં હિન્દુ દીકરીઓને પરિવારની સામે જ…

પાટણ જિલ્લાના સમી તાલુકાના બાબરી ખાતે પાટણ જિલ્લામાં રહેતાં શરણાર્થીઓને સત્કારવાનો કાર્યક્રમ યોજાયો હતો. વર્ષ 1947ના વિભાજન સમયે એક જ પરિવારના કેટલાક લોકો ભારત અને પાકિસ્તાનમાં રહેતા સમાજથી વિખૂટા પડ્યા હતા. જે પરિવારોને ત્યા પડતી મુશ્કેલીઓ બાબતે ટૂંકમાં કહે છે કે, ત્યાં બહેન-દીકરીની આબરૂ સલામત નથી, દીકરીઓ ભણી શકતી નથી.

શરણાર્થી પરિવારોએ જણાવ્યું કે, તેમની નજર સામે અનેક દીકરીઓને ત્યાંનો બહુમતી સમાજ જબરજસ્તી ઉપાડી જાય છે. આવી અનેક મુશ્કેલીઓ સાથે ત્યાં સ્વમાનભેર જીવવું મુશ્કેલ બનતાં ઘરબાર છોડી ભારત આવ્યા. આ સાથે શરણાર્થીઓએ CAAનો વિરોધ કરી રહેલાં લોકોને ખુલ્લી ચેલેન્જ આપી હતી કે, તેઓ પોતાના પરિવાર સાથે 40 દિવસ પાકિસ્તાનમાં રહી તો બતાવે, તે તેઓને અમારી વેદનાની ખબર પડશે. શરણાર્થી વાલીબહેન ઠાકોરે કહ્યું કે, પાકિસ્તાનમાં કોઈ દિવસ શાળા જોઈ નથી. એકલી શાળાએ જતાં ડર લાગે અને ત્યાં દીકરીઓને કોઈ ભણાવતાં જ નહીં.અમારી સામે જ યુવાન છોડીઓને ઉપાડી જાય છે અને પાછી આપતા નથી. આથી અમનો ત્યાં ખુબ જ ડર લાગતો હતો. તો શરણાર્થી સામજી ઠાકોરે કહ્યું કે, પાક.ના હૈદરાબાદમાં અમારા ગામમાં હનુમાનજીનું મંદિર હતું. અને અમારી નજર સામે જ તેને સળગાવી દીધું જ્યાં હજારો લોકો દર્શને આવતા હતા. અમારા બાળકોને બચાવવા ભારત આવ્યા છીએ. અને જે અમને સહાય આપનાર લોકો અમારા માટે ભગવાન સમાન છે.

આ શરણાર્થીઓને સત્કારવાનો કાર્યક્રમ રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોર સાથે ભાજપના સ્થાનિક હોદ્દેદારો સાથે હિન્દુસ્તાનીઓએ શરણાર્થીઓને સત્કારી તેમને અહીં શક્ય એટલી મદદ કરવાની ખાત્રી આપી હતી.પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓમાં મોટે બાગે વિસ્તારમાં રહેતાં ઠાકોર સમાજના જ સગા સંબંધી હોવાની સાથે કેટલાક પરિવારોનું મોસાળ તો કેટલાક પરિવારે પોતાના બાપ દાદા પહેલાં વિસ્તારમાં રહેતા હોવાની વાતો તાજી કરતાં હાથમાં રાષ્ટ્રીય ધ્વજ તિરંગા સાથે ભારત માતાકી જય બોલતાં સ્થાનિક લોકો પાસે પોતે દુખના માર્યા આવ્યા અને મદદ કરવા માટે આજીજી કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.