મોંઘવારીએ તો ભારે કરી. જીવન જરૂરી ચીજવસ્તુઓ સહિત ખાતરના ભાવો પણ આસમાને પહોંચ્યા છે. ત્યારે હવે ખાતરની પણ ગેરકાયદેસર રીતે હેરફેર થવા લાગી. પાટણ એસઓજીએ બિનઅધિકૃત સબસિડીવાળુ યુરિયા ખાતર ઝડપી પાડ્યું છે અને યુરિયા ખાતરનો ગેરકાયદેસરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
મહત્વનું છે કે હારિજ ખાતે પાટણ એસ.ઓ.જીની ટીમ ગુપ્ત પેટ્રોલિંગમાં હતી ત્યારે હારિજથી કુકરાણા જતા રોડ પર જલિયાણ 2 ના ગોડાઉનોમાં બિનઅધિકૃત યુરિયા ખાતર હોવાની બાતમી મળી હતી. જે બાદ પાટણ એસઓજીએ ખેતી વિભાગના અધિકારીઓને સાથે રાખીને રેડ કરવામાં આવી હતી. હારીજના કુકરાણા માર્ગ પર આવેલ જલીયાણ ગામે રેડ કરતા યુરિયા ખાતર મળી આવ્યું. ગોડાઉન અને ટ્રકમાં રાખેલુ યુરિયા ખાતર ઝડપાયું. એસઓજીએ ગેરકાયદે 1799 યુરિયા ખાતરની થેલી જપ્ત કરી. અંદાજિત કિંમત રૂ. 4.79 લાખનું યુરિયા ખાતર જપ્ત કરાયું. આ સાથે જ બે વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે.અને એસઓજીએ ગોડાઉનમાં તપાસ કરતા મીઠાની થેલીની આડમાં યુરિયા ખાતર રખાયુ હોવાનું સામે આવ્યુ છે.
આ અંગે ટ્રક ડ્રાઇવર હબીબભાઇએ જણાવ્યા અનુસાર આ ટ્રકો ડીસાથી ભરાવી હોવાનું કહ્યું હતું. જ્યારે ગોડાઉનમાં તપાસ કરી તો મીઠાની થેલી, કૃભકો કંપની, તથા જી.એસ.એફ.સી અને જી.એન,એફ,સીની થેલીઓમાં યુરિયા ખાતર ભરેલું જોવા મળ્યુ હતું. એક ટ્રકમાં કૃભકોની 445 બેગ ,બીજી ટ્રકમાં ઇફકોની 445 બેગ મળી કુલ 1799 જેટલી બિન અધિકૃત સબસીડી વાળો જથ્થો મળી આવ્યો હતો.તમામ મુદ્દામાલઝડપી હારિજ પોલીસ સ્ટેશન હવાલે કરવામાં આવ્યો હતો.
ત્યારે હવે અહીં વાત એ છે કે મીઠાની થેલીમાં યુરિયા ભરીને આ જથ્થો કોને વેચવામાં આવતો હતો. કોના કહેવાથી આ પ્રકારનું કૌભાંડ કરવામાં આવી રહ્યું છે. એક તરફ ખેડૂતો યુરિયા ખાતરની માંગ કરી રહ્યા છે તો બીજી તરફ તગડો નફો કમાવવામાં ગેરકાયદે યુરિયા ખાતરની હેરફેર ચાલી રહી છે. વળી ગોડાઉનના માલિક કોણ છે. ગોડાઉનમાં આવા ગોરખધંધા ચાલી રહ્યા છે તેમાં કેટલા લોકોની સંડોવણી છે ? મહત્વનું છે કેસબસીડી યુક્ત ખાતર લાયસન્સ ધારક ડીલરોને ખેડૂતોને વેચાણ માટે આપવામાં આવે છે.પરંતુ નફાખોર તત્વો તગડો નફો કમાઈ લેવા થેલીઓ બદલાવી આસાનીથી હેરાફેરી કરે છે. અનેજેનો પાટણ એસઓજીએ પર્દાફાશ કર્યો છે. ત્યારે હાલ આ મામલે હારીજ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરાયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.