પતંજલિ ગ્રૂપ માર્કેટમાં લાવશે 5 IPO, બાબા રામદેવ કરી શકે છે મોટી જાહેરાત

હવે પતંજલિ જૂથ IPO માર્કેટમાં પ્રવેશ કરવા જઇ રહ્યું છે. આજે યોગ ગુરુ બાબા રામદેવ પતંજલિ ગ્રૂપની 5 કંપનીઓ માટે આઇપીઓની જાહેરા કરશે. રામદેવ આગામી 5 વર્ષમાં 5 નવા આઇપીઓ લાવવાની તૈયારીમાં છે. આઇપીઓ લાવવાનો હેતુ પતંજલિ ગ્રૂપને કોર્પોરેટ સ્વરૂપ પ્રદાન કરીને માર્કેટમાં તેની પકડને વધુ મજબૂત બનાવવાનો છે. આજે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેની જાહેરાત થઇ શકે છે.

પતંજલિ ગ્રૂપે જણાવ્યું છે કે અમને એ વાત કરતા ખુશી થાય છે કે સ્વામી રામદેવ 16 સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરશે. સ્વામી રામદેવ પતંજલિ જૂથના વિઝન તેમજ મિશન 2027ની બ્લૂપ્રિંટના દરેક પાસાઓ અંગે જાણકારી આપશે. તેઓ ભારતને આત્મનિર્ભર બનાવવામાં પતંજલિનું યોગદાન તેમજ આગામી 5 વર્ષ માટે 5 પ્રમુખ પ્રાથમિકતાઓ અને લક્ષ્યો વિશે જણાવશે.

પતંજલિની ઉંચી છલાંગ

બાબા રામદેવ આજે જૂથની પાંચ કંપનીઓના આગામી 5 વર્ષોમાં આઇપીઓ યોજનાને લઇને લોકોને અવગત કરશે. કેટલાક દિવસ પહેલા મીડિયા સાથેની વાતચીતમાં બાબા રામદેવે કહ્યું હતું કે જે કંપનીઓના IPO લોન્ચ કરાશે તેમાં પતંજલિ આયુર્વેદ, પતંજલિ વેલનેસ અને પતંજલિ મેડિસિન અને પતંજલિ લાઇફસ્ટાઇલ સામેલ છે.

પતંજલિ જૂથની આવક કેટલી છે

આપને જણાવી દઇએ કે નાણાકીય વર્ષ 2022માં પતંજલિની આવક વધીને 10,664.46 કરોડ રૂપિયા થઇ ચૂકી છે, જે ગત નાણાકીય વર્ષમાં 9,810 કરોડ રૂપિયા હતી. પરંતુ કંપનીનો ચોખ્ખો નફો વર્ષ 2022માં 745 કરોડની તુલનાએ મામૂલી 740 કરોડ રહ્યો હતો.

નોંધનીય છે કે વર્ષ 2019માં પતંજલિ આયુર્વેદે રૂચિ સોયાને 4,350 કરોડ રૂપિયામાં હસ્તગત કરી હતી તેમજ તેનું નામ પતંજલિ ફૂડ્સ રાખવામાં આવ્યું હતું. આ કંપની પહેલાથી જ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે. પતંજલિ ફૂડ્સ તાજેતરના દિવસોમાં ભારતની ટોચની FMCG માર્કેટમાં એક પ્રતિષ્ઠિત કંપની તરીકે આગળ વધી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.