પાટીલ સામે પાટીદારો નારાજ કે પાટીદાર નેતા રચી રહ્યા છે અલગ રાજકીય ધરી ?

સી આર પાટીલે પદભાર સંભાળ્યો પહેલા એક બુસ્ટર ડોઝ તરીકે જોવામાં આવતું હતું પરંતુ થોડો સમય વીત્યો અને નારાજગી સામે આવવા લાગી છે જેને લઈને અનેક પ્રકારની ચર્ચા ચાલી રહી છે…અને સૌથી વધારે રાજીનામાં ગૃહ વિસ્તાર સુરતમાં જ પડી રહ્યા છે..અને 2 મોટા નેતાના પણ રાજીનામાં પણ પડ્યાં  હતા.

થોડા સમય અગાઉ કોર્પોરેશનની ચુંટણી યોજાઈ ત્યારે ઈ કે પાટીલ કે જે સી આર પાટીલની નજીકના માનવામાં આવતા હતા એ સમયે તેણે રાજીનામું ધરી દીધું હતું અને આપમાં જોડાઈ ગયા હતા એ સમયે તેની સાથે ૩૦૦ જેટલા કાર્યકર્તાઓ પણ ભાજપ સાથે છેડો ફાડી દીધો હતો…તો એ સિવાય રમેશ ગોટાવાલા એ પણ રાજીનામું ધરી દીધું હતું….રમેશ ગોટા વાલા ૧૯૮૦ થી ભાજપમાં હતા કે જે સમયે બીજેપીની અસ્થિત્વ ગુજરાતમાં નાં બરાબર હતું અને સુરતમા કોર્પોરેટર પણ રહી ચુક્યા છે તે પણ ભાજપ સાથે છેડો ફાડી દીધો છે તો થોડા સમય અગાઉ વધુ કેટલાક કાર્યકર્તાઓ પણ આપમાં જોડાઈ ગયા.

સુરતના આંતરિક વર્તુળોમાં ચર્ચા એવી ચાલી રહી છે કે જે લોકો એ ભાજપ સાથે છેડો ફાટ્યો છે..તે પૈકીના સૌથી વધારે સૌરાષ્ટ્રના છે…જેથી સવાલ એ ઉઠી રહ્યો છે કે સૌરાષ્ટ્રના પટેલો પાટીલના કારણે ભાજપથી મોઢું ફેરવી રહ્યા છે ?

બીજી એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે પાટીલના મનસ્વી વર્તનના કારણે કેટલાક પાટીદાર નેતાઓની નવી રાજકીય ધરી વિકસી રહી છે. કેટલાક પાટીદાર નેતાઓની અવગણના કે જેને પાટીલ સંગઠનમાં નહોતા ઈચ્છી રહ્યા પરંતુ તે પોતાના સ્થાન પર યથાવત રહ્યા છે જેના કારણે પાટીદારો એક થઇ રહ્યા છે અને અગામી સમયમાં ભાજપમાં જ એક નવો મોરચો રચાઈ અને આંતરિક વિખવાદ વધે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.