હાલ સોલા વિસ્તારમાં રહેતી પરિણીતાએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેનાં લગ્ન સમાજના રીતરિવાજ મુજબ આકાશ દેસાઈ સાથે થયાં હતાં.
વર્ષ ૨૦૧૮માં પિરણીતા અદાણી શાંતિગ્રામ ટાઉનશિપમાં રહેવા માટે ગઇ હતી ત્યારે તેના પતિને એક યુવતી સાથે પ્રેમસંબંધ થઈ ગયો હતો.
જ્યાં તેના પતિએ કહ્યું કે તું મને ગમતી નથી, તારે હાલ જ બંને બાળકોને લઈ જ્યાં જવું હોય ત્યાં જતી રહે, પરંતુ પિરણીતાએ જવાની ના પાડતાં જ તેનો પતિ આવેશમાં આવી ગયો હતો અને ક્યાંકથી લોખંડની પાઇપ લઇ આવી પરિણીતાને સિઝેરિયન ઓપરેશન કરાવેલ તે ભાગ પર માર મારતાં તેના ટાંકા પણ તૂટી ગયા હતા.
તેનાં સાસુ-સસરાએ પરિણીતાને પકડી રાખી હતી અને પતિએ કહ્યું કે તું ઘર બહાર નીકળી જા, નહીં તો તને જાનથી મારી નાખીશ. પતિએ આમ કહી ધમકી આપી હતી. ત્યારબાદ પરિણીતાએ સમગ્ર ઘટનાની જાણ તેના પિતાને કરતાં તેમણે દીકરીની પ્રાથમિક સારવાર કરાવી હતી.
પરિણીતાના પિતાને હાર્ટએટેક આવતાં તેનાં બાળકોને લઈ ખબર કાઢવા માટે ગઈ હતી ત્યારે તેનો પતિ દરવાજે લોક મારી જતો રહ્યો હતો અને પરિણીતાને કહ્યું હતું કે મેં તને ઘરમાંથી કાઢી મૂકી છે,
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.